Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : નરોડામાં 57 વર્ષીય મહિલાનાં રહસ્યમય મોતથી ચકચાર! પિયર પક્ષનાં ગંભીર આરોપ

અમદાવાદનાં નરોડા વિસ્તારમાં હિચકારી ઘટના બની છે. હંસપુર પાસેનાં ગજાનંદ વિલામાં રહેતા 57 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. પિયર પક્ષના લોકોએ મૃતક મહિલાનાં પતિ સામે હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે જ મૃતકાનાં શરીર પર હુમલાના નિશાન હોવાના આરોપ પણ કર્યા છે. પોલીસ નિષ્પક્ષ તપાસ કરી ન્યાય અપાવે તેવી માગ કરી છે.
ahmedabad   નરોડામાં 57 વર્ષીય મહિલાનાં રહસ્યમય મોતથી ચકચાર  પિયર પક્ષનાં ગંભીર આરોપ
Advertisement
  1. Ahmedabad નાં નરોડામાં 57 વર્ષીય મહિલાનાં મોતથી ચકચાર!
  2. નરોડાનાં હંસપુરા પાસેનાં ગજાનંદ વિલામાં રહેતા જ્યોત્સનાબેન રાઠોડનું મોત
  3. મહિલાનું મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ
  4. મૃતકનાં પિયર પક્ષના લોકોએ પતિ સામે કર્યા હત્યાનાં ગંભીર આક્ષેપ
  5. મૃતકાનાં શરીર પર હુમલાના નિશાન હોવાના કર્યા આક્ષેપ
  6. પોલીસ નિષ્પક્ષ તપાસ કરી ન્યાય અપાવે તેવી પરિવારની માગ

Ahmedabad : અમદાવાદનાં નરોડા વિસ્તારમાં (Naroda) હિચકારી ઘટના બની છે. નરોડાનાં હંસપુર પાસેનાં ગજાનંદ વિલામાં રહેતા 57 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. પિયર પક્ષના લોકોએ મૃતક મહિલાનાં પતિ સામે હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે જ મૃતકાનાં શરીર પર હુમલાના નિશાન હોવાના આરોપ પણ કર્યા છે. ઘરકંકાસ કારણે મૃતક મહિલા છેલ્લા 6 મહિનાથી પિયરમાં જ રહેતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. દીકરીની સગાઈનું આમંત્રણ ન આપ્યું છતાં સાસરી ગયા, પ્રસંગ બાદ મહિલાનાં મોતથી પિયર પક્ષનાં લોકોને શંકા ઉપજી છે. આ મામલે પોલીસ (Naroda Police) નિષ્પક્ષ તપાસ કરી ન્યાય અપાવે તેવી પિયર પક્ષનાં લોકોએ કરી છે.

આ પણ વાંચો - CBI કોર્ટનો કડક ચૂકાદો : ઇન્સ્યોરન્સ મેનેજરને 15 હજાર લાંચ કેસમાં 3 વર્ષ જેલ, 1 લાખ દંડ

Advertisement

Ahmedabad નાં નરોડમાં 57 વર્ષીય મહિલાની રહસ્યમય મોતથી ચકચાર!

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં નરોડા વિસ્તારમાં આવેલ હંસપુરા (Hanspura) પાસેનાં ગજાનંદ વિલામાં 57 વર્ષીય જ્યોત્સનાબેન રાઠોડ (Jyotsnaben Rathod) રહેતા હતા. દરમિયાન, જ્યોત્સનાબેન રાઠોડનો મૃતદેહ મળી આવતા પિયર પક્ષનાં લોકો પર આભ તૂટી પડ્યું છે. પિયર પક્ષનાં લોકોએ જણાવ્યું કે, ઘરકંકાસનાં કારણે જ્યોત્સનાબેન છેલ્લા 6 મહિનાથી પિયરમાં જ રહેતા હતા. દીકરીની સગાઈનું આમંત્રણ ન આપ્યુ હોવા છતાં સાસરીએ ગયા હતા. પિયર પક્ષનાં લોકોએ આરોપ લગાવી કહ્યું કે, જ્યોત્સનાબેનની તેમના પતિ દ્વારા હત્યા કરવામાં આવી છે અને પછી પતિ અને તેમના સગા-સબંધીઓ ફરાર થયા છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot to Dwarka : 24 કલાકમાં દોઢ વર્ષની બાળકીને છોડાવનાર ગુજરાત પોલીસનું શાનદાર ઓપરેશન

પિયર પક્ષનો પતિ સામે હત્યાનો આક્ષેપ, પગ-ગળા-કમરમાં માર માર્યાનાં નિશાન!

મૃતકનાં પિયર પક્ષના લોકોએ આક્ષેપ લગાવી કહ્યું કે, મૃતકાનાં શરીર પર હુમલાનાં અનેક નિશાન છે. તેમના પગ, ગળા અને કમરનાં ભાગે માર માર્યાનાં નિશાન જોવા મળ્યા છે. સાસરી પક્ષના લોકોએ જ્યોત્સનાબેનને માર મારી હત્યા કર્યા બાદ લાશને પંખાએ લટકાવી દીધી અને હત્યાને આત્મહત્યામાં ખપાવતાનો કારસો રચ્યો. જ્યોત્સનાબેનનાં પરિવારજનોએ કહ્યું કે, જ્યોત્સનાબેનની હત્યા છે કે આત્મહત્યા તે મુદ્દે નિષ્પક્ષ અને ઉંડાણપૂર્વક તપાસ થાય. તેમણે પોલીસ સમક્ષ ન્યાયની માગ કરી છે. સાથે જ તેમણે જ્યોત્સનાબેને આત્મહત્યા ના કરી હોવાનો પણ દાવો કર્યો છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ આદરી છે. 57 વર્ષીય જ્યોત્સનાબેન રાઠોડે આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે તે અંગે હવે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - Dharampur આશ્રમ શિબિર : કોંગ્રેસના આક્ષેપો પર હર્ષભાઈ સંઘવીએ આપ્યો જવાબ, "બધા માટે સમાન વ્યવસ્થા"

Tags :
Advertisement

.

×