ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Police: અમદાવાદમાં પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, નશાની હાલતમાં રીક્ષા ચાલકને લીધો અડફેટે

Ahmedabad Police: વિશાલા પાસે પોલીસકર્મીએ રીક્ષા ચાલકને ઉડાવ્યો પોલીસકર્મીએ દારૂના નશામા હોવાના સ્થાનિકોના આક્ષેપ પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ મળી આવી Ahmedabad Police: અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં નશાની હાલતમાં રીક્ષા ચાલકને અડફેટે લીધો છે. વિશાલા પાસે પોલીસકર્મીએ રીક્ષા...
10:31 AM Sep 18, 2025 IST | SANJAY
Ahmedabad Police: વિશાલા પાસે પોલીસકર્મીએ રીક્ષા ચાલકને ઉડાવ્યો પોલીસકર્મીએ દારૂના નશામા હોવાના સ્થાનિકોના આક્ષેપ પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ મળી આવી Ahmedabad Police: અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં નશાની હાલતમાં રીક્ષા ચાલકને અડફેટે લીધો છે. વિશાલા પાસે પોલીસકર્મીએ રીક્ષા...
Ahmedabad Police, Policeman, Accident, Ahmedabad, Drunk, Gujarat Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Ahmedabad Police: અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં નશાની હાલતમાં રીક્ષા ચાલકને અડફેટે લીધો છે. વિશાલા પાસે પોલીસકર્મીએ રીક્ષા ચાલકને ઉડાવ્યો છે. પોલીસકર્મી દારૂના નશામા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. જેમાં પ્રકાશ રબારી નામનો પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ રાણીપ વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો

તાજેતરમાં જ રાણીપ વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં રાણીપ બકરા મંડીમાં પુરપાટ ઝડપે આવેલી કાર ચાલક પોલીસે અકસ્માતની હારમાળા સર્જી હતી. તેમાં અકસ્માત સમયે યુવરાજસિંહ વાઘેલા નામનો પોલીસ કોન્સ્ટેબલ કાર ચલાવતો હતો. તેમાં ત્રણથી ચાર જેટલા વાહનોને કારે અડફેટે લીધા હતા. જેમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો આરોપી કોન્સ્ટેબલ નશાબાજ નિકળ્યો હતો.

Ahmedabad Police: અકસ્માત સર્જનાર નશામાં હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ

ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર નશામાં હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. અકસ્માત કરનાર પોલીસની ગાડીમાં નંબર પ્લેટ પણ ન હતી. તથા L ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાણીપ બકરામંડી ખાતે પોલીસ કર્મીએ અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ માધવપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજસિંહને સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. યુવરાજસિંહ નંબર પ્લેટ વગરની ગાડીમાં હોવાથી અકસ્માત બાદ સ્થાનિક લોકોએ નીચે ઉતારી માર માર્યો હતો. પોતે પોલીસ કર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી યુવરાજસિંહ ધમકી આપતો હતો.

રાણીપમાં બેફામ કાર હંકારીને જઈ રહ્યો હતો

માહિતી અનુસાર વાહનચાલક પોલીસ કર્મીની ઓળખ યુવરાજ સિંહ તરીકે થઇ હતી. તે રાણીપમાં બેફામ કાર હંકારીને જઈ રહ્યો હતો જે દરમિયાન એક મોપેડને અડફેટે લીધી હતી. આ દરમિયાન એક લારી, એક બાઇકચાલક પણ અકસ્માતમાં લપેટાઈ ગયો હતો. આ ઘટનામાં કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે જેમની સારવાર ચાલી રહી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: Chamoli Cloudburts: ઉત્તરાખંડમાં ફરી એક વાર વિનાશની લહેર, ચમોલીમાં વાદળ ફાટવાનું 3 લોકો ગુમ

 

Tags :
AccidentAhmedabadAhmedabad PoliceDrunkGujarat FirstGujarat GujaratGujarat NewsGujarati NewsGujarati Top NewsPolicemanTop Gujarati News
Next Article