Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ચોપાનિયાના નામે ચરી ખાતો કથિત પત્રકાર નકલી નોટો સાથે ઝડપાયો

Ahmedabad શહેર સહિત રાજ્યભરમાં કથિત પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો છે અને તેમાંના મોટાભાગના તોડબાજો/ગુનેગારો છે
ahmedabad   ચોપાનિયાના નામે ચરી ખાતો કથિત પત્રકાર નકલી નોટો સાથે ઝડપાયો
Advertisement

Ahmedabad : કથિત તેમજ તોડબાજ પત્રકારોનો અમદાવાદ સહિત રાજ્યભરમાં રાફડો ફાટી નીકળ્યો છે. ચોપાનિયા તેમજ યુટ્યૂબ ચેનલો બનાવીને સ્થાનિક વિસ્તારમાં બ્લેકમેઈલ કરતા અનેક તોડબાજ પત્રકારો સામે પોલીસ ચોપડે ગુનાઓ નોંધાયા છે. અમદાવાદ શહેર (Ahmedabad City) ના વાડજ અને નારણપુરા વિસ્તારમાં પત્રકાર બનીને ફરતા એક શખ્સને પોલીસે 500 રૂપિયાની નકલી ચલણી (FICN) નોટો સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

નકલી નોટો કયાં વટાવતો હતો આરોપી ?

Ahmedabad ના નારણપુરા વિસ્તારમાં વિજયનગર ફલેટમાં રહેતો જીગર રાજેન્દ્રકુમાર શાહે કલર પ્રિન્ટર પર 500 રૂપિયાની નોટો છાપી હતી. છેલ્લાં કેટલાંક દિવસોથી જીગર શાહ નારણપુરા અને વાડજ વિસ્તારમાં આવેલી અને ભીડ રહેતી હોય તેવી નાસ્તા-ફરસાણની દુકાનો પર 500 રૂપિયાની નકલી નોટોનો ઉપયોગ કરતો હતો. 50-60 રૂપિયાનો નાસ્તો અથવા ખરીદી કરીને જીગર નકલી નોટ દુકાનદારને પધરાવી સામે અસલી નોટો મેળવી લેતો હતો. જીગર શાહ નારણપુરા-વાડજ વિસ્તારમાં પોતાની ઓળખ પત્રકાર તરીકે આપતો ફરતો હતો.

Advertisement

કેવી રીતે પકડાયો કથિત પત્રકાર ?

વાડજ પોલીસ સ્ટેશન (Vadaj Police Station) ને ગત 10 જૂનની સાંજે પાંચેક વાગે એક કંટ્રોલ મેસેજ મળ્યો હતો. 500 રૂપિયાની નકલી નોટ લઈને નાસ્તો કરવા આવેલા એક શખ્સને દુકાનમાં બેસાડી રાખ્યો છે તેવો સંદેશો પ્રકાશભાઈ પટેલે આપ્યો હતો. પીએસઆઈ જી. આર. આલ સ્ટાફ નવા વાડજ પશુપતિનાથ મંદિર પાસે આવેલા જય અંબે નાસ્તા સેન્ટરમાં પહોંચ્યા ત્યારે એક શખ્સ જીગર શાહ મળી આવ્યો હતો. જીગર શાહે આપેલી 500 રૂપિયાની નોટ તપાસતા તે પ્રાથમિક રીતે બનાવટી હોવાનું સામે આવ્યું હતું. પંચો રૂબરૂ જીગરની તલાશી લેતાં તેની પાસેથી 500 રૂપિયાના દરની અન્ય 24 નોટો મળી આવતા FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.

Advertisement

દુકાનમાં બે વખત નકલી નોટ પધરાવી હતી

Ahmedabad ના નારણપુરા અને વાડજ વિસ્તારમાં પત્રકાર બનીને ફરતા જીગર શાહે જય અંબે નાસ્તા સેન્ટરમાં અગાઉ પણ બે વખત નકલી નોટો પધરાવી હતી. 500 રૂપિયાની નકલી નોટ બબ્બે વખત વકરામાંથી મળી આવતા કેશ કાઉન્ટર પર માલિકે વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. જીગર શાહ પાસેથી આવેલી જુદીજુદી પાંચ સિરિઝની 25 નોટો કલર પ્રિન્ટર પર કાઢવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જીગર શાહ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હોવાનું પૂછપરછમાં સામે આવતા પોલીસે અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલ હવાલે કરી દીધો છે.

આ પણ વાંચો: LIVE: Ahmedabad Plane Crash : વિજય રૂપાણીનો પાર્થિવદેહ પરિવારને સોંપાયો, CMએ દુ:ખની ઘડીમાં સાંત્વના આપી

Tags :
Advertisement

.

×