Ahmedabad : દુષ્કર્મનાં આરોપીએ હેડ કોન્સ્ટેબલ પર કાચના ટુકડાથી હુમલો કર્યો, PI સાથે ઝપાઝપી કરી!
- દુષ્કર્મનાં આરોપી મોઈનુદ્દીને રી-કન્સ્ટ્રક્શન કામગીરી સમયે કર્યો પોલીસ પર હુમલો (Ahmedabad)
- આરોપીએ કાચના ટુકડાથી હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો
- PI સાથે પણ ઝપાઝપી કરી, સ્વબાચાવમાં PI એ આરોપીના પગમાં ગોળી મારી
- ઘાયલ આરોપી અને હેડ કોન્સ્ટેબલને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા
- દાણીલીમડામાં અસ્થિર યુવતી પર દુષ્કર્મ બાબતે ફરિયાદ નોંધાઈ હતી
Ahmedabad : અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં (Danilimda) માનસિક રીતે અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરવાનાં આરોપ હેઠળ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch Ahmedabad) દ્વારા રીઢા ગુનેગાર એવા આરોપી મોઈનુદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મોઈનુદ્દીન 6 દિવસથી પોલીસ રિમાન્ડમાં હતો. જો કે, પોલીસ દ્વારા જ્યારે આરોપી મોઈનુદ્દીનને સાથે રાખી રી-કન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે આરોપીએ કાચના ટુકડા દ્વારા હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પીઆઈ સાથે પણ ઝપાઝપી કરી હતી. સ્વબાચાવમાં PI એ આરોપીનાં પગમાં ગોળી મારી હતી. હાલ, ઘાયલ આરોપી અને હેડ કોન્સ્ટેબલ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો - રાજસ્થાનમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા મામલે 7 ની ધરપકડ, Gujarat ATS, રાજસ્થાન પોલીસનું સંયુક્ત ઓપરેશન
Ahmedabad માં આરોપીએ કાચના ટુકડાથી હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો
અમદાવાદનાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં (Danilimda Police Station) માનસિક રીતે અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચરવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં કાર્યવાહી કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ (Crime Branch Ahmedabad) દ્વારા અનેક અપરાધ કરી ચૂકેલા એવા આરોપી મોઈનુદ્દીન ઉર્ફે બાદશાહની ધરપકડ કરવામાં આવી હતી. રીઢો ગુનેગાર મોઈનુદ્દીન (Moinuddin) છેલ્લા 6 દિવસથી પોલીસ રિમાન્ડમાં હતો. દરમિયાન, જ્યારે પોલીસ દ્વારા આરોપી મોઈનુદ્દીનને સાથે રાખીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રી-કન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે એકાએક આરોપીએ કાચના ટુકડા દ્વારા હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડ પર હુમલો કર્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો - Ahmedabad : સુભાષબ્રિજ બંધ થતા વાડજ સર્કલ પર વાહનોની કતારો જામી, ખુદ પો. કમિશનરે કર્યું નિરીક્ષણ
PI સાથે પણ ઝપાઝપી કરી, સ્વબાચાવમાં PI એ આરોપીના પગમાં ગોળી મારી
માહિતી અનુસાર, આરોપીએ પીઆઈ સાથે પણ ઝપાઝપી કરી હતી. આથી, સ્વબચાવમાં પીઆઈએ આરોપીના પગમાં ગોળી મારી હતી. આરોપી મોઈનુદ્દીન અને ઘાયલ હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડને (Head Constable Bharat Rathod) પ્રાથમિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડને પગમાં ઇજા થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રી-કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન આરોપીને કચરામાંથી કાચનો ટુકડો મેળવ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Porbandar: હોસ્પિટલના પ્રિઝન વૉર્ડમાં કેદીએ એસિડ ગગટાવ્યું, પછી જે થયુ...!