Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ જિલ્લા પોલીસે JIO Mobile Tower માંથી 5G બેઝબેન્ડ યુનિટ ચોરતી જોડીને પકડી, 10 ગુનાનો ભેદ ઉકેલાયો

દેશભરમાં JIO Mobile Tower માંથી બેએક હજાર જેટલા 5G BBU ચોરી થઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી જીઓ મોબાઈલ ટાવરમાંથી 5G બેઝબેન્ડ યુનિટની ચોરી કરનારી જોડી અમદાવાદ જિલ્લા પોલીસના સકંજામાં આવી છે. Ahmedabad LCB એ પકડાયેલા બંને આરોપી પાસેથી બે JIO 5G Baseband Unit તેમજ ચોરી કરવામાં ઉપયોગ કરેલું ટુ વ્હીલર કબજે કર્યું છે.
અમદાવાદ જિલ્લા પોલીસે jio mobile tower માંથી 5g બેઝબેન્ડ યુનિટ ચોરતી જોડીને પકડી  10 ગુનાનો ભેદ ઉકેલાયો
Advertisement

JIO Mobile Tower માંથી 5G બેઝબેન્ડ યુનિટની ચોરીની ઘટનાઓ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ઉપરાછાપરી બની રહી છે. દેશભરમાં જીઓ મોબાઈલ ટાવરમાંથી બેએક હજાર જેટલા 5G BBU ચોરી થઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી જીઓ મોબાઈલ ટાવર (JIO Mobile Tower) માંથી 5G બેઝબેન્ડ યુનિટની ચોરી કરનારી જોડી અમદાવાદ જિલ્લા પોલીસ (Ahmedabad Rural Police) ના સકંજામાં આવી છે. Ahmedabad LCB એ પકડાયેલા બંને આરોપી પાસેથી ત્રણ JIO 5G Baseband Unit તેમજ ચોરી કરવામાં ઉપયોગ કરેલું ટુ વ્હીલર કબજે કર્યું છે. પકડાયેલા આરોપીઓ કોણ છે, કેવી રીતે અને કેમ કરતા હતા ચોરી ? વાંચો આ અહેવાલ...

JIO Mobile Tower માંથી ચોરી કરનારા બે પકડાયા

જીઓ કંપની છેલ્લાં એકાદ વર્ષથી ચોરીની ઘટનાઓને લઈને ચિંતિત હતી. તેમની આ ચિંતાને અમદાવાદ જિલ્લા પોલીસે દૂર કરી દીધી છે. અમદાવાદ જિલ્લાની સાણંદ, ધોળકા વિભાગની ટીમો અને Team LCB એ ભેગામળીને ટુ વ્હીલર પર JIO Mobile Tower માં ચોરી કરવા નીકળેલા બે શખસોને ઝડપી પાડ્યા છે. ઉત્તમકુમાર કેશરાજ શર્મા (હાલ રહે. રાજવીર હૉટલ, ઉજાલા સર્કલ પાસે, સરખેજ, અમદાવાદ મૂળ રહે. કાંજલી, તા.જિ. રિયાસી, જમ્મુ કાશ્મીર) અને વિશાલ જયંતીભાઈ ચાવડા (રહે. ગુપ્તાનગર, વાસણા, અમદાવાદ મૂળ રહે. દેરાળા, જિ. બોટાદ) પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી ત્રણ 5G Baseband Unit JIO, કટર, ડીસમીસ, સ્ક્રુ ડાઈવર, એક્ટિવા અને મોબાઈલ ટાવર ખોલવાની ચાવી મળી આવી છે. પકડાયેલા આરોપીઓએ અમદાવાદના 8 અને જિલ્લાના બે JIO Mobile Tower માંથી 5G BBU ચોરી કર્યાની કબૂલાત કરી છે. ગાંધીનગર ખાતે મોબાઈલ ટાવરમાંથી ચોરી કરવાના કેસમાં ઉત્તમ શર્મા ઝડપાઈ ચૂક્યો છે.

Advertisement

Advertisement

મોબાઈલ ટાવર લગાવતી ટીમનો પૂર્વ સભ્ય નીકળ્યો ચોર

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઉત્તમકુમાર શર્મા સૂત્રધાર હોવાનું તેમજ ઘણા સમય અગાઉ કાશ્મીરમાં અન્ય કંપનીના મોબાઈલ ટાવરમાંથી BBU ચોરી કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં જીઓ મોબાઈલ ટાવર લગાવવાની પ્રક્રિયામાં ઉત્તમ શર્મા અગાઉ પાંચ-છ વર્ષ કામ કરી ચૂક્યો છે. આથી તેને JIO ના ટાવર ક્યાં-ક્યાં લાગેલા છે તેની માહિતી હતી. ઉત્તમ શર્મા સામે અમદાવાદ શહેરમાં POCSO Case નોંધાયો હોવાથી કોર્ટ મુદ્દતે તે અવારનવાર અમદાવાદ આવતો હતો. કાનૂની પ્રક્રિયામાં થતો મોટો ખર્ચ થતો હોવાથી તેણે ઉપરાછાપરી ચોરી કરવા લાગ્યો હતો.

JIO Mobile Tower માંથી જ કેમ કરતો ચોરી ?

પોલીસને આશંકા છે કે, દેશભરમાંથી 5G બેઝબેન્ડ યુનિટ ચોરી કરી અન્ય અર્ધ વિકસિત દેશોમાં તેને વેચી દેવામાં આવે છે. આ ઉપરાંત કોલ સેન્ટરમાં તેનો ઉપયોગ થઈ શકે છે. પકડાયેલા આરોપી ઉત્તમ શર્મા ચોરી કરેલું 3.50 લાખ રૂપિયાનું એક યુનિટ 15 હજાર રોકડમાં દિલ્હીની એક ટોળકીને વેચતો હતો. દિલ્હી સ્થિત ટોળકી ઉત્તમ શર્મા પાસે માત્રને માત્ર JIO 5G BBU ની ડિમાન્ડ કરતી હતી. અત્રે નોંધનીય છે કે, Ahmedabad LCB દિલ્હીની ટોળકી સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો - જેલ પ્રસાશનને બદનામ કરવાના ગુનામાં Raju Karpada ના રિમાન્ડ ના મળ્યા, ભાવનગર પોલીસ રિમાન્ડ રિવિઝન અરજી કરશે

Tags :
Advertisement

.

×