ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : વિચિત્ર ચોરી! દુકાનનું શટર તોડી તસ્કરો લાખોની કિંમતનાં વિદેશી 'પોપટ' ચોરી ગયા

તસ્કરો ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિનાં પોપટ ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
10:13 PM Jul 08, 2025 IST | Vipul Sen
તસ્કરો ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિનાં પોપટ ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
Ahmedabad_Gujarat_first
  1. અમદાવાદનાં વેજલપુરમાં લાખો રૂપિયાનાં વિદેશી પોપટની ચોરી (Ahmedbad)
  2. ઈમ્પોર્ટેડ પોપટની દુકાન અલ સુગરાનું શટર તોડી ચોરી કરાઈ
  3. તસ્કરો દુકાનમાંથી વિદેશી પ્રજાતિનાં પોપટની ચોરી કરી ફરાર થયા
  4. દુકાનમાંથી 15.18 લાખની કિંમતનાં 11 પોપટ, 3 પિંજરા, 24 હજાર રોકડની ચોરી

Ahmedabad : અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં (Vejalpur) એક વિચિત્ર ચોરીની ઘટના બની છે. દુકાનની શટર તોડીને તસ્કરો લાખો રૂપિયાની કિંમતનાં વિદેશી પોપટની (Exotic Parrots) ચોરી કરી ફરાર થયા છે. તસ્કરોએ દુકાનમાંથી 15.18 લાખની કિંમતનાં 11 પોપટ, ત્રણ પિંજરા અને રૂપિયા 24 હજાર રોકડની ચોરી કરી ફરાર થયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે વેજલપુર ડિવિઝન પોલીસે (Vejalpur Police) કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Vadodara : CM ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ મ્યુનિ. કમિશનર એક્શનમાં, બેઠક બોલાવી સૂચનો આપ્યા

તસ્કરો દુકાનમાંથી વિદેશી પ્રજાતિનાં કિંમતી પોપટની ચોરી કરી ફરાર

અમદાવાદનાં (Ahmedabad) વેજલપુર વિસ્તારમાં અલ સુગરા નામથી દુકાન આવેલી છે, જ્યાં વિદેશી પોપટની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તસ્કરોએ દુકાનનું શટર તોડીને દુકાનમાંથી વિદેશી પ્રજાતિનાં 11 પોપટ, ત્રણ પિંજરા અને રૂપિયા 24 હજાર રોકડની ચોરી કરી હતી અને પછી ફરાર થયા હતા. તસ્કરો ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિનાં પોપટ ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Rajkot : MLA જીગ્નેશ મેવાણીએ એનિમલ હોસ્ટેલની લીધી મુલાકાત, BJP-RSS પર સાધ્યું નિશાન

15.18 લાખની કિંમતનાં 11 પોપટ, 3 પિંજરા, 24 હજાર રોકડની ચોરી

દુકાનમાંથી તસ્કરો 15.18 લાખની કિંમતનાં પોપટ સહિત અન્ય મતાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં (Vejalpur Police Station) નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. દુકાનમાં લાગેલા CCTV માં દેખાય છે કે રાતનાં સમયે એક શખ્સ કારમાંથી ઉતરીને દુકાન તરફ આવે છે. આ સીસીટીવીનાં આધારે પોલીસે ચોરોને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Jamnagar : ક્ષત્રિય આગેવાન PT જાડેજાની ધરપકડનો વિરોધ, રાજપૂત સમાજની બાઇક રેલી

Tags :
AhmedabadAhmedabad Crime NewsAustralian and African ParrotsCCTV FoortageGUJARAT FIRST NEWSM Division PoliceStolen Exotic ParrotsTop Gujarati NewsVejalpurVejalpur Police Station
Next Article