Ahmedabad : દિલ્હી દરવાજા પાસે પશુઓ લઇ જતું વાહન પકડાતા બબાલ થઇ
- જીવદયા પ્રેમીઓએ વાહન રોકીને કરી તપાસ
- વાહનમાંથી જીવતા પશુઓ મળી આવ્યા
- વાહન રોકતા બે જૂથ આવી ગયા સામસામે
Ahmedabad : શહેરના દિલ્હી દરવાજા પાસે મોડી રાત્રે બબાલ થઇ હતી. જેમાં પશુઓ લઇ જતું વાહન પકડાતા બબાલ થઇ હતી. જીવદયા પ્રેમીઓએ વાહન રોકીને તપાસ કરતા મામલો બિચક્યો હતો. જેમાં વાહનમાંથી જીવતા પશુઓ મળી આવ્યા હતા. તેમજ વાહન રોકતા બે જૂથ સામસામે આવી ગયા હતા. ત્યારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
DCP, ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા
ઘટનાની જાણ થતા DCP, ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જેમાં હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે. ગઇકાલે અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા નજીક ગૌરક્ષકોએ એક ગાડીને રોકી હતી. ગૌરક્ષકોએ ગાડીમાં પશુ હોવાના આરોપ સાથે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળો પહોંચ્યો હતો. પોલીસે ગૌરક્ષકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યા હતો. તેમજ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.
ગૌરક્ષક પર ચારથી પાંચ શખ્સોએ ઘાતકી હુમલો કર્યો
અગાઉ અમદાવાદમાં ધોળા દિવસે ગૌરક્ષક પર ચારથી પાંચ શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો. મોહમ્મદ ઉર્ફે ઉસ્માન તથા મુબીન ખાન પઠાણ સહિત અન્ય ચાર શખ્સો સરજાહેર લાકડીઓથી મનોજ બારૈયા અને તેના મિત્રને નિર્દયતાથી માર માર્યો હતો. ફરિયાદીના દાવા પ્રમાણે બે મહિના અગાઉ આરોપીઓનું 700 કિલો ગૌમાંસ પકડાયું હતું. જેનો ગુનો તેમણે અડાલજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો. જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, ખરી હકીકત શું છે એ મામલે કારંજ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ આદરી છે. બીજી બાજુ જાહેરમાં આ રીતે જીવલેણ હુમલો થતાં હિન્દુવાદી સંગઠનોમાં ખળભળાટ અને આક્રોશ ફેલાયો છે.
આ પણ વાંચો: Rajkot : PGVCLની લાલિયાવાડી સામે સ્થાનિકો અને ભાજપ નેતાએ હલ્લાબોલ કર્યો