ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: આખરે ક્ષત્રીય આગેવાન પી.ટી.જાડેજા જેલમુક્ત થશે, જાણો સમગ્ર મામલો

આખરે ક્ષત્રીય આગેવાન પી.ટી. જાડેજા જેલમુક્ત થશે પાસાનો હુકમ રદ કરાયો
09:17 AM Jul 15, 2025 IST | SANJAY
આખરે ક્ષત્રીય આગેવાન પી.ટી. જાડેજા જેલમુક્ત થશે પાસાનો હુકમ રદ કરાયો
Ahmedabad, Kshatriya leader, PTJadeja, Gujarat Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Kshatriya leader PT Jadeja: આખરે ક્ષત્રીય આગેવાન પી.ટી. જાડેજા જેલમુક્ત થશે. પીટી જાડેજા સામે કરાયેલો પાસાનો હુકમ રદ કરાયો છે. સરકારની સમીક્ષા બાદ પાસાનો હુકમ રદ કરાયો છે. થોડીવારમાં પી.ટી.જાડેજા જેલમાંથી બહાર આવશે. જેમાં ક્ષત્રિય સમાજે પી.ટી.જાડેજા સામે પાસા રદ કરવા રજૂઆત કરી હતી. ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરી હતી. રાજકોટમાં અમરનાથ મહાદેવની આરતીને લઈને વિવાદ સર્જાયો હતો. જેમાં વિવાદ બાદ પી.ટી.જાડેજાને સાબરમતી જેલમાં મોકલાયા હતા.

જાણો શું હતો સમગ્ર મામલો:

તાજેતરમાં રાજકોટના મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો હતો. જેમાં આરતી કરવાની ના પાડતા પી.ટી.જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમાં સમગ્ર મામલે પી.ટી.જાડેજાના પુત્ર અક્ષિતસિંહનું નિવેદન સામે આવ્યું હતુ. તેમાં અક્ષિતસિંહે જણાવ્યું છે કે મારા પિતા 2004થી આ મંદિરના ટ્રસ્ટી છે. અમુક લોકો ટ્રસ્ટી બન્યા બાદ કોઈ દિવસ મંદિરે આવ્યા નથી. તથા મંદિરનું તમામ સંચાલન મારા પિતા દ્વારા કરવામાં આવે છે. અમરનાથ યુવા ગ્રુપે મંદિર પર ગેરકાયદે કબજો કરવાની તૈયારી કરી છે. જેમાં મંદિરમાં રહેતા પૂજારી અને તેમના પરિવારને ધમકી આપવામાં આવે છે. મારા પિતાએ યુવા ગ્રુપને કોઈપણ આરતી કરવાની ના પાડી નથી. મંદિરના કબજા માટે આ બધું થઈ રહ્યું છે, જે ખોટું છે. અમે પણ આ મામલે સામે ફરિયાદ નોંધાવીશું. ત્યારે આ વિવાદ બાદ પાસા હેઠળ કાર્યવાહી કરી પી.ટી.જાડેજાને સાબરમતી જેલમાં મોકલાયા હતા.

પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો નોંધાતા ભારે ખળભળાટ

અગાઉ પણ રાજકોટ(Rajkot)ના અગ્રણી બિલ્ડર અને રાજપૂત સમાજના આગેવાન (Kshatriya Rajput Samaj) તેમજ લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિય રીતે ભાગ લેનાર પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. એક કારખાનેદારે પી.ટી. જાડેજા (P.T. Jadeja)પાસેથી રૂપિયા 60 લાખ 3 ટકા વ્યાજે લીધા બાદ રૂપિયા 70.80 લાખ ચૂકવી દેવા છતા વધુ વ્યાજ મેળવવા માટે પાંચ એક ઉપર સહી કરાવી મકાનના ઓરિજીનલ દસ્તાવેજ પડાવી લીધાની અને સાટાખત ભરાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પી.ટી. જાડેજાથી ત્રસ્ત સુરેશ પરમારે પોલીસને જાણ કરી હતી

પી.ટી. જાડેજાથી ત્રસ્ત સુરેશ પરમારે પોલીસને જાણ કરી હતી. આ અંગે રાજકોટ પશ્વિમ ઝોનના DCP જગદિશ બાંગરવાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતુ કે પોલીસે સુરેશ પરમારની ફરિયાદના આધારે પી.ટી. જાડેજા વિરુદ્ધ IPCની કલમ 384, 504, 506 તથા મની લેન્ડીંગ એક્ટ કલમ 40, 42 અંતર્ગત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે પી.ટી. જાડેજા પાસે નાણા ધીરનાર અંગેનું કોઇ લાયસન્સ નથી, તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા છે મેઘનું એલર્ટ

Tags :
AhmedabadGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsKshatriya LeaderPTJadejaTop Gujarati News
Next Article