Ahmedabad : કોંગ્રેસના કાર્યકર્તાઓને મતદાનના દિવસે મારામારી કરવી ભારે પડી, ચાર સામે નોંધાઈ ફરિયાદ
- Ahmedabad માં કુબેરનગરની VV તોમર સ્કૂલમાં મારામારી મામલો
- કોંગ્રેસનો ઉમેદવાર સહિત ચાર સામે ગુનો દાખલ
- કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત ચાર સામે ફરિયાદ
- બોગસ મતદાનને લઈને કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થઈ હતી બબાલ
- ગઈકાલે ઘટના સ્થળે હાજર ભાજપ ઉમેદવારના સબંધી દ્વારા નોંધાવાઈ ફરિયાદ
Ahmedabad : ચૂંટણી (election)ના સમયે કયારેક નેતાઓ તો કયારેક કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થતી રહેતી હોય છે, ત્યારે ગઈકાલે કુબેરનગર (kubernagar) માં આવેલી વીવી તોમર સ્કૂલમાં (vv tomar school) મારામારી થઈ હતી જેમાં પોલીસની (police) હાજરીમાં કોંગ્રેસના(congress) કાર્યકર્તાઓએ ભાજપના (bjp) કાર્યકર્તાઓને ઢીબી નાખ્યા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી અને ફરિયાદ નોંધી હતી, ભાજપના કાર્યકર્તાઓને આંખના ભાગે ઈજા પહોંચી હતી. જો પોલીસ વચ્ચે ના પડી હોત તો આ મામલો વધુ વણસ્યો હોત.
કોંગ્રેસનો ઉમેદવાર સહિત ચાર સામે ગુનો દાખલ
આ બબાલ થવાનું કારણ એ સામે આવ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે એવો આક્ષેપ કર્યો હતો કે બોગસ વોટિંગ થઈ રહ્યું છે અને તેના કારણે ત્યારે ભાજપના ઉમેદવાર ગિરીવરસિંહ શેખાવત, કલાબેનનો પુત્ર અને અન્ય કેટલાક શખ્સો સ્કૂલમાં ઘૂસીને બોગસ વોટીંગ કરાવી રહ્યા છે તેવા આક્ષેપ કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને ગઈકાલે બપોરના સમયે આ ઘટના બની હતી, ત્યારે પોલીસે મામલો થાળે પાડયો હતો અને ગુનો નોંધ્યો છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે.
Ahmedabad : ભાજપના કાર્યકર્તાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે
આ જાણ થતાં નિકુલસિંહ તોમર ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ આ બબાલ દરમિયાન કોંગ્રેસના એક કાર્યકરે ભાજપના કાર્યકર પર હુમલો કરી ફડાકો મારી દીધો હતો. જેના કારણે ભાજપના કાર્યકરની આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ પણ વાંચો : AMC Election 2026: અમદાવાદ મનપા મતદાનના આંકડા આવ્યા સામે, જાણો કયા વિસ્તારમાં કેટલું થયું મતદાન?


