Amit Khunt Case : આરોપી પૂજા રાજગોરની કોર્ટમાં પોલીસકર્મીઓ સામે ફરિયાદ, કહ્યું- હોટેલમાં એક દિવસ..!
- ગોંડલનાં રીબડાનાં અમિત ખુંટ કેસમાં ફરીવાર આવ્યો નવો વળાંક! (Amit Khunt Case)
- આ કેસની આરોપી પૂજા રાજગોરની કોર્ટમાં પોલીસ સામે ફરિયાદ
- DCP જગદીશ બાંગરવા સહિતનાં અધિકારી સામે કરી ફરિયાદ
- એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં PI, LCB નાં 15 અધિકારી, 2 મહિલા PSI સામે લગાવ્યા આરોપ
- 15 અધિકારીએ સુરભી હોટેલનાં રૂમમાં બંધક બનાવ્યા : પૂજા રાજગોર
રાજકોટનાં (Rajkot) ગોંડલ તાલુકામાં (Gondal) રીબડાનાં યુવક અમિત ખુંટ કેસમાં (Amit Khunt Case) સતત નવા વળાંક આવી રહ્યા છે. 17 વર્ષીય સગીરાનાં જજ સામેનાં નિવેદન બાદ હવે આપઘાત કેસમાં હનીટ્રેપની આરોપી યુવતી પૂજા રાજગોરે (Pooja Rajgor) કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. પૂજા રાજગોરે કોર્ટમાં DCP, એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં PI, LCB નાં 15 અધિકારી અને 2 મહિલા PSI સામે ફરિયાદ નોંધાવી છે. કેસમાં પોલીસની સંડોવણી હોવાથી તપાસ SMC ને સોંપવા માગ કરાઈ છે.
આ પણ વાંચો - Amit Khunt Case : કોર્ટમાં 17 વર્ષીય સગીરાએ ગંભીર આક્ષેપો સાથે નિવેદન નોંધાવ્યું, કહ્યું- અમિત ખુંટે મારી સાથે..!
રાજકોટ ગોંડલના યુવક અમિત ખૂંટનો આપઘાત કેસ
હનીટ્રેપના આરોપી પૂજા રાજગોરે કોર્ટમાં નોંધાવી ફરિયાદ
DCP જગદીશ બાંગરવા, એ ડિવિઝનના PI વિરૂદ્ધ ફરિયાદ
LCBના 15 અધિકારી, 2 મહિલા PSI વિરૂદ્ધ ફરિયાદ
પૂજા રાજગોરે રાજકોટ JMFC કોર્ટમાં ફરિયાદ નોંધાવી #Gujarat #Rajkot #Gondal #AmitKhunt… pic.twitter.com/QY2symNT1H— Gujarat First (@GujaratFirst) June 10, 2025
કેસમાં હનીટ્રેપની આરોપી પૂજા રાજગોરની કોર્ટમાં પોલીસ સામે ફરિયાદ
ગોંડલનાં રીબડાંનાં અમિત ખુંટની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં (Amit Khunt Case) હવે આરોપી યુવતી પૂજા રાજગોરે JMFC કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. પૂજા રાજગોરે DCP જગદીશ બાંગરવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI, LCB નાં 15 અધિકારી અને 2 મહિલા PSI વિરૂદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. પૂજા રાજગોરે (Pooja Rajgor) કોર્ટમાં જણાવ્યું કે, DCP જગદીશ બાંગરવા તેણીને સતત ધમકી આપી રહ્યા હતા કે તમારા કાંડનાં લીધે આત્મહત્યા થઈ છે. DCP એ ધમકી આપતા કહ્યું હતું કે તમને એવા ફીટ કરવા છે કે જિંદગીભર બહાર ન નીકળો. પૂજાએ જણાવ્યું કે, પોલીસે તેનો મોબાઈલ પણ લઈ લીધો હતો અને ગુનો કબૂલવા દબાણ કર્યું હતું.
આ પણ વાંચો - Amit Khunt Case : મુખ્ય આરોપી હજું સુધી ફરાર હોવાથી રીબડાનાં યુવાનોમાં રોષ!
DCP એ કહ્યું કે એવા ફીટ કરવા છે કે જિંદગીભર બહાર ન નીકળો : પૂજા
પૂજા રાજગોરે પોતાની ફરિયાદમાં આરોપ લગાવી કહ્યું કે, 15 અધિકારીએ સુરભી હોટેલનાં રૂમમાં બંધક બનાવ્યા અને એક દિવસ અને એક રાત સુધી ગોંધી રાખ્યા હતા. પૂજા રાજગોરે (Pooja Rajgor) એવો પણ આરોપ લગાવ્યો કે, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (A Division Police Station) તેની મરજી વિરુદ્ધ બેસાડી રાખ્યા હતા. કોઈપણ પંચનામા વિના અમારા મોબાઈલ ફોન લઈ લીધા હતા. અમને લઈ જવા-લાવવા માટે કાળા કાચવાળી ગાડીનો ઉપયોગ કર્યો હતો. આ કેસમાં પોલીસની સંડોવણી હોવાથી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને (SMC) સોંપવા પૂજા રાજગોરે કોર્ટ સમક્ષ માગ કરી છે. જણાવી દઈએ કે, હાલ પૂજા રાજગોર ગોંડલ (Gondal) સબજેલમાં જયુડિશિયલ કસ્ટડીમાં છે.
આ પણ વાંચો - Bhavnagar : વિચિત્ર ઘટના! ભાવનગરમાં 5 વર્ષીય બાળકનાં કાનમાંથી 15 વંદા નીકળ્યા!