Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Khunt Case : સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ જાડેજા, બે યુવતી સામે હનીટ્રેપ સહિતનાં ગંભીર આક્ષેપ

અનિરુદ્ધસિંહ સહિતના આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો.
amit khunt case   સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ  રાજદીપસિંહ જાડેજા  બે યુવતી સામે હનીટ્રેપ સહિતનાં ગંભીર આક્ષેપ
Advertisement
  1. રીબડામાં દુષ્કર્મનાં આરોપી અમીત ખુંટનો ઝાડ પર ગળાફાંસો ખાઇ આપઘાત કેસ (Amit Khunt Case)
  2. અમિત ખૂંટની સુરાઇડ નોટમાં રીબડાનાં અનિરુદ્ધસિંહ, પુત્ર રાજદીપસિંહ સામે ગંભીર આરોપ
  3. રાજકોટની રિદ્ધિ પટેલ, પૂજા ગોર સામે પણ ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવા અને મરવા મજબૂર કર્યાનો આરોપ
  4. પોલીસે ફરિયાદ બાદ અનિરુદ્ધસિંહ સહિત સામે ગુન્હો નોંધ્યા, બનાવને લઈ જયરાજસિહ જાડેજા રીબડા પંહોચ્યા

Amit Khunt Case : ગોંડલમાં (Gondal) રીબડનાં યુવકનાં આપઘાત બાદ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. રીબડાનાં (Ribada) અમિત દામજીભાઇ ખુંટ (ઉં.32) એ લોધિકા રોડ પર આવેલી પોતાની વાડીની બાજુમાં વોંકળામાં આવેલા ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરતા સનસનાટી મચી જવા પામી હતી. આ મામલે 2 મહિલા સહિત કુલ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ (Aniruddhasinh Jadeja), પૌત્ર રાજદીપસિંહનાં (Rajdeepsinh Jadeja) નામ સામેલ થતાં ચકચાર મચી જવા પામી છે.

દુષ્કર્મની ફરિયાદ થયા બાદ અમિતે આપઘાત કર્યો!

માહિતી અનુસાર, આપઘાત કરનાર અમિત ખુંટ સામે ગત શનિવારે રાજકોટ (Rajkot) 'એ ડિવિઝન પોલીસમાં સગીરા પર દુષ્કર્મ આચરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસ અમિતને શોધી રહી હતી. ફરિયાદનાં બીજા જ દિવસે અમિતે ઝાડની ડાળીએ લટકી જીંદગી ટુંકાવી હતી. બનાવ અંગે અમિતના મોટાભાઇ મનીષભાઈને જાણ થતા વાડીએ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસનાં ઈન્ચાર્જ PI એ.સી. ડામોર ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ, મૃતક અમિતના પરિવારે ફોરેન્સિક PM ની માંગ કરતા મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો.

Advertisement

Advertisement

મૃતક અમિતના ખિસ્સામાંથી 4 પાનાંની સુસાઇડ નોટ મળી

મૃતક અમિતના ખિસ્સામાંથી 4 પાનાંની સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં ખોટી રીતે દુષ્કર્મનાં કેસમાં ફસાવી બદનામ કરી મરવા મજબુર કરવા અંગે રીબડાનાં અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ ઉપરાંત રાજકોટની રિદ્ધિ પટેલ અને પૂજા ગોરનાં નામનો ઉલ્લેખ છે. દરમિયાન, અમિતના મોટાભાઇ મનીષભાઈ દામજીભાઇ ખુંટે તાલુકા પોલીસમાં પોતાના નાનાભાઇ અમિતને મરવા મજબૂર કરવા અંગે અનિરુદ્ધસિંહ, તેમના પુત્ર રાજદીપસિંહ, રિદ્ધિ પટેલ, પૂજા ગોર તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ કરતા પોલીસે BNS કલમ 108, 61 (2) 54 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : રીબડાના યુવકની આત્મહત્યા મુદ્દે રાજકારણ ગરમાયું, જયરાજસિંહ મળ્યા પરિવારજનોને

ફરિયાદમાં અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહે ફસાવ્યો હોવાનો ઉલ્લેખ

ફરિયાદી મનીષભાઈ એ ફરિયાદમાં આરોપ સાથે જણાવ્યું કે, ગત વિધાનસભાની ચૂંટણી સમયે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહે જમીનો પડાવી લીધી હોવા મુદ્દે વિખવાદ થયો હતો. જે બાબતે અનિરુદ્ધસિંહ  (Aniruddhasinh Jadeja) તથા રાજદીપસિંહે અમિત પર હુમલો કર્યો હતો. જે અંગે અમિતે બન્ને સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં, અનિરુદ્ધસિંહને પોપટભાઇ સોરઠિયા મર્ડર કેસમાં સજા માફી થયેલી હોવાથી સજા માફી રદ કરવા પણ અમિતે અગાઉ ગૃહવિભાગમાં અરજી કરી હતી, જેથી તે વાતનો ખાર રાખીને અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહે (Rajdeepsinh Jadeja) મળીને પૈસા આપીને રિદ્ધિ પટેલ અને પૂજા ગોરે અમિતને ફસાવવા અગાઉથી કાવતરું રચીને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો હતો અને બદનામ કરી મરી જવા મજબૂર કરતા અમિતે વાડીએ જઇ પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો (Amit Khunt Case) છે, જેથી અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રિદ્ધિ પટેલ, પૂજા ગોર સહિતનાં લોકો સામે ધોરણસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

જયરાજસિંહ અને ગણેશ જાડેજા હોસ્પિટલ આવ્યા હતા

અમિત ખૂંટ પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનો (Jayaraj Singh Jadeja) ટેકેદાર હતો. રીબડામાં અનિરુદ્ધસિંહનાં એક ચક્રી શાસન સામે બગાવત કરી વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જાડેજાનાં સમર્થનમાં કામ કર્યું હતું. અમિતે વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની જાણ થતાં જયરાજસિહ જાડેજા રીબડા દોડી ગયા હતા. અમિતના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ લવાયો ત્યારે ગણેશ જાડેજા (Ganesh Jadeja) અને તેના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મૃતક યુવકનાં મૃતદેહને ફોરેન્સિક PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

આ પણ વાંચો - GONDAL : રાજકુમાર જાટના બહેનનું આક્રંદ, કહ્યુું, 'રક્ષાબંધન ના આવે તો સારૂ'

સુસાઈડ નોટમાં શું લખ્યું છે?

"હું અનુભાના દબાણથી ગળાફાંસો ખાવું છું. રાજદીપના ત્રાસથી મરું છું. હું જાઉં છું મારી સાથે આ 4 છોકરીયું એ હનીટ્રેપ કર્યું છે. આ ચાર છોકરી છે. એક આ બધું જે મીડિયામાં બોલે છે એ પૂજા રાજગોર. આની સાથે ત્રણ છોકરા છે. આ બધાનું મસ્ત મોટું ગ્રૂપ છે, જેમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ પૈસા દઈને મને ફસાવવા માગતા’તા. મેં તેમના પર હુમલાનો કેસ કરેલો છે. આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું છે. હું આ દુનિયા છોડીને જાવ છું. પોલીસ સાહેબ... મારી સાથે હનીટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે. હું આખા ગામનું સારું કરવા ગયો અને મારી સાથે આવું કરવામાં આવ્યું છે. આ બધાને સખતમાં સખત સજા કરજો. આ બધું રીબડા અનિરુદ્ધસિંહે જ કરાવેલું છે. મારી પર આવું અનેકવાર દમન ગુજારવામાં આવ્યું છે, જેથી મારે રીબડા છોડવું પડ્યું હતું પણ અમે નાના માણસો છીએ એમને પહોંચાય એમ નથી."

સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું હતું કે, "ભાઈ મંત્ર, સમર્થ અને કીસુ, બીના બધાનું ધ્યાન રાખજે. મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે. મંત્રને જોઈએ એ લઈ દેજે. હું તો હવે નથી, તારે બધાનું ધ્યાન રાખવાનું છે. ફુલ પ્લાનિંગથી મને આ બધાએ ફસાવેલો છે. આમાં ઊંડી તપાસ કરશો તો જ રીબડાવાળા આવશે. આ બધું ત્યાંથી કરવામાં આવ્યું છે. મને મરવા પાછળ મજબૂર કરવા પાછળ અનિરુદ્ધસિંહનો જ હાથ છે, આને મને મરવા મજબૂર કરેલ છે."

અમીતના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

મૃતક અમિત ખુંટનાં આપઘાત બાદ  પરિવાર દ્વારા મૃતદેહ નહીં સ્વિકારતા પોલીસ માટે મડાગાંઠ સરજાઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ફોરેન્સિક પીએમ માટે અમિતના મૃતદેહને લવાયા બાદ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહ સહિતના આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ (Amit Khunt Case) નહીં સ્વિકારાતા આખરે મૃતદેહ ફ્રીઝકોલ્ડ રુમ રખાયો છે. બીજી બાજું અનિરુદ્ધસિંહ સહિતને જડપી લેવા પોલીસે દોડધામ શરુ કરી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Weather Forecast : આજે આ જિલ્લાઓમાં વાતાવરણ એ મારી 'ગુલાંટ'! જાણો આગાહી

Tags :
Advertisement

.

×