ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Khunt Case : જુનાગઢ જેલ અધિક્ષક સામે ગંભીર આરોપો સાથે મૃતકના ભાઈનો રાજ્યની જેલના વડાને પત્ર

રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં મૃતકના ભાઈ મનીષ ખૂંટે રાજ્યની જેલનાં વડાને પત્ર લખતા ચકચાર મચી જવા પામી છે. આ પત્રમાં જુનાગઢ જેલનાં અધિક્ષક સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પત્રમાં જેલ અધિક્ષક આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને ગેરકાયદેસર સગવડો કરી આપતા હોવાનાં આરોપ છે. સાથે જ અનિરુદ્ધસિંહ જેલમાં રહી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા હોવાનો પણ આક્ષેપ છે. આ મામલે કાર્યવાહી કરવા માગ કરી છે.
02:53 PM Oct 12, 2025 IST | Vipul Sen
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં મૃતકના ભાઈ મનીષ ખૂંટે રાજ્યની જેલનાં વડાને પત્ર લખતા ચકચાર મચી જવા પામી છે. આ પત્રમાં જુનાગઢ જેલનાં અધિક્ષક સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પત્રમાં જેલ અધિક્ષક આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને ગેરકાયદેસર સગવડો કરી આપતા હોવાનાં આરોપ છે. સાથે જ અનિરુદ્ધસિંહ જેલમાં રહી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા હોવાનો પણ આક્ષેપ છે. આ મામલે કાર્યવાહી કરવા માગ કરી છે.
AmitkhuntCase_Gujarat_first
  1. રાજકોટમાં રીબડાના અમિત ખૂંટ આપઘાત મામલે પત્ર (Amit Khunt Case)
  2. મૃતક અમિત ખૂંટના ભાઈનો રાજ્યના જેલના વડાને પત્ર
  3. જુનાગઢ જેલનાં અધિક્ષક દીપક ગોહેલ સામે ગંભીર આક્ષેપ
  4. અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં મોબાઇલ સહિતની સગવડ અપાતી હોવાનો દાવો

Rajkot : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં બહુચર્ચિત રીબડા અમિત ખૂંટ આપઘાત કેસ (Amit Khunt Case) મામલે મોટા સમાચાર આવ્યા છે. મૃતક અમિત ખૂંટના ભાઈએ રાજ્યની જેલનાં વડાને પત્ર લખી જુનાગઢ જેલનાં (Junagadh Jail) અધિક્ષક સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પત્રમાં જેલ અધિક્ષક આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને (AnirudhSingh Jadeja) ગેરકાયદેસર સગવડો કરી આપતા હોવાનાં દાવા સાથે આરોપ કરાયા છે. મૃતકના ભાઈએ એવી પણ આશંકા વ્યક્ત કરી કે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં રહી પરિવાર પર હુમલો કરાવશે અને અમિત ખૂંટ આપઘાત કેસમાં પુરાવા સાથે પણ છેડછાડ થઈ શકે છે.

આ પણ વાંચો - Surat : BJP ના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે, 30 હજાર કાર્યકરોએ શુભેચ્છા પાઠવી!

રાજ્યના જેલનાં વડાને મૃતકના ભાઈનો પત્ર, જુનાગઢ જેલ અધિક્ષક સામે ગંભીર આરોપ

રાજકોટના ગોંડલ તાલુકાના (Gondal) રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં (Amit Khunt Case) રાજ્યની જેલનાં વડાને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટ (Manish Khunt) દ્વારા લખવામાં આવ્યો છે. આ પત્રમાં જુનાગઢ જિલ્લા જેલનાં અધિક્ષક દીપક ગોહેલ સામે ગંભીર આક્ષેપ કરાયા છે. પત્રમાં જેલ અધિક્ષક દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને મોબાઈલ સહિતની ગેરકાયદેસર સગવડો કરી આપતા હોવાનો દાવો કરાયો છે. સાથે આરોપ કર્યો કે, જુનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહને ગુજસીટોકનાં (GUJCTOC) આરોપીઓ મળવા આવી રહ્યા છે. યશપાલસિંહ જાડેજા અને સોએબ નાગોરી સહિતના લોકો અનિરુદ્ધસિંહને જુનાગઢ જેલમાં મળ્યા હોવાનો પણ દાવો કર્યો છે.

આ પણ વાંચો - Surat BJP નેતાનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાયફો થયો

Amit Khunt Case માં પુરાવા સાથે છેડછાડ થવાની શંકા પણ વ્યક્ત કરી

ઉપરાંત, મનીષ ખૂંટે પત્રમાં આરોપ સાથે લખ્યું કે, વર્ષ 2018 માં અનિરુદ્ધસિંહ જાડેજા (AnirudhSingh Jadeja) જુનાગઢ જેલમાં હતા ત્યારે પણ ગેરકાયદેસર પ્રવૃતિઓ જેલમાંથી કરતા હતા. અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં બંધ રહીને પરિવાર પર હુમલો પણ કરાવી શકે છે. સાથે જ અમિત ખૂંટ આપઘાત કેસમાં પુરાવા સાથે છેડછાડ પણ થઈ શકે છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા તેમણે પત્રમાં રાજ્યની જેલનાં વડાને માગ કરી છે.'

આ પણ વાંચો -  Gujarat Metro Rail: ગતિ, પ્રગતિ અને જનસુવિધાની ગાથા

Tags :
Amit Khunt CaseAnirudh Singh JadejaDeepak GohelGondalGUJARAT FIRST NEWSGUJCTOCJunagadh JailJunagadh Jail SuperintendentManish KhuntRAJKOTRibda Amit KhuntTop Gujarati News
Next Article