Amreli : બે પોલીસકર્મીએ ખાખીને લજવી! એક એ મહિલા પર તો બીજાએ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ
- Amreli પોલીસ તંત્રને કલંકિત કરતી વધુ એક ઘટના આવી સામે
- પોલીસકર્મી મહેશ સોલંકી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
- સીમરણની યુવતીનો સોશિયલ મીડિયાનાં માધ્યમથી સંપર્ક કર્યો
- લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સબંધ બાંધવાનો આરોપ
- બાબરામાં પણ પોલીસકર્મી સામે 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ
અમરેલી પોલીસ (Amreli Police) તંત્રને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. વધુ એક પોલીસકર્મી સામે દુષ્કર્મનાં ગંભીર આરોપ સાથે ફરિયાદ થઈ છે. સાવરકુંડલાનાં (Savarkundla) સીમરણ ગામે 30 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા થકી સંપર્ક કરી લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધતા અમરેલી હેડ કવાટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી સામે ફરિયાદ થતાં ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. એક જ દિવસમાં બે પોલીસકર્મી સામે દુષ્કર્મનો ગુનો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચો - Amreli : 'રક્ષક' જ બન્યો 'ભક્ષક'! પોલીસકર્મીએ 14 વર્ષીય સગીરાને પીંખી નાખી!
લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સબંધ બાંધવાનો આરોપ
માહિતી અનુસાર, અમરેલીમાં (Amreli) વધુ એક પોલીસકર્મી સામે દુષ્કર્મનાં ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે. આરોપ મુજબ, જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં સીમરણ ગામે રહેતી 30 વર્ષીય યુવતીને અમરેલી હેડ કવાટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ કમાભાઈ સોલંકીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મામલે અમરેલી સિટી પોલીસમાં (Amreli City Police) પોલીસકર્મી મહેશ સોલંકી સામે ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Amreli : BJP નેતા વિપુલ દુધાત અને DySP વિવાદમાં દિલીપ સંઘાણીનું મોટું નિવેદન
-અમરેલીના બાબરામાં પોલીસે સગીરા પર આચર્યુ દુષ્કર્મ
-બાબરાના પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યુ
-છેલ્લા 4 માસથી શારીરિક સંબંધ બાંધતો પોલીસકર્મી
-રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસકર્મી સામે ગુનો દાખલ
-અપહરણ, પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ
-સગીરાની માતાને પણ હેરાન… pic.twitter.com/0zgIbCdWf3— Gujarat First (@GujaratFirst) May 30, 2025
બાબરામાં પોલીસકર્મી સામે 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ
જણાવી દઈએ કે, અમરેલીનાં બાબરામાં પણ પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ સામે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ થયો છે. છેલ્લા 4 માસથી પોલીસકર્મી સગીરાને અડપલાં કરતો, તેણીની માતાને પણ હેરાન કરતો હોવાનાં આક્ષેપ સાથે બાબરા પોલીસ મથકમાં (Babra Police Station) સગીરાનાં પિતાએ ફરિયાદ કરી હતી. પોલીસકર્મી વિરુદ્ધ અપહરણ, પોક્સો, દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. બાબરા પોલીસે ખાખીને કલંકિત કરનારા ફરાર પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Amareli : સાવરકુંડલા લીલાપીર નજીક ડેમમાં 2 બાળકો ડૂબી જતા મોત, પરિવારજનો પર આભ તૂટી પડ્યું