Amreli : મોડી રાતે કાર પર થયેલા હુમલાના પ્રયાસ મામલે SP ને મળ્યા પ્રતાપ દુધાત, જાણો શું કહ્યું?
- Amreli માં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસનો મામલો
પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અમરેલી એસપી સાથે કરી મુલાકાત
અજાણ્યા શખ્સો હતા, કોણ હતા-કોણ નહિં એ પોલીસ જ કહી શકશે : પ્રતાપ દુધાત
અંદાજે 15 થી 20 વ્યક્તિ હતી, ગાડીને સામાન્ય નુકસાન થયું છે : પ્રતાપ દુધાત
ગત રાતે પ્રતાપ દુધાતને જિલ્લા પોલીસે વાત કરી ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું : SP સંજય ખરાત
Amreli : અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના (Pratap Dudhat) કાફલા પર ગત મોડી રાતે ધારીનાં દુધાળા નજીક હુમલાનો પ્રયાસ થયો હતો. આ મામલે પ્રતાપ દુધાતે અમરેલી એસપી સાથે મુલાકાત કરી છે. આ મામલે હવે પ્રતાપ દુધાત અને અમરેલી એસપી સંજય ખરાતનું (Sanjay Kharat) નિવેદન સામે આવ્યું છે.
અજાણ્યા શખ્સો હતા, કોણ હતા-કોણ નહિં એ પોલીસ જ કહી શકશે : પ્રતાપ દુધાત
કોંગ્રેસ નેતા (Congress) પ્રતાપ દુધાતે તેમના પર થયેલા હુમલાનાં પ્રયાસ અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અજાણ્યા શખ્સો હતા, કોણ હતા-કોણ નહિં એ પોલીસ જ કહી શકશે. પરંતુ, ખેડૂતો મુદ્દે, ખનીજચોરી મુદ્દે જાહેર જીવનમાં હોવાથી બોલતા હોય તો એવા શખ્સો હોય શકે તેવી શંકાઓ છે. ઘટના સમયે અંદાજે 15 થી 20 વ્યક્તિ હતી, જો કે ગાડીને સામાન્ય નુકસાન થયું છે. અત્યારે આ અસામાજિક તત્વોને પોલીસ શોધી રહી છે. ધારી પોલીસમાં મારો ડ્રાઈવર પોલીસ ફરિયાદ કરશે. પ્રતાપ દુઘાતે (Pratap Dudhat) આક્રોશ ઠાલવતા કહ્યું કે, અમરેલી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાઓ ખૂબ જ કથળી ગઈ છે.
આ પણ વાંચો - Amreli : મોડી રાત્રે કારનાં કાફલા પર થયો હુમલાનો પ્રયાસ, રાજકીય ષડયંત્ર કે પછી..!
'આરોપીઓને કડક સજા થાય અને સબક મળે તેવી આશા'
પ્રતાપ દુધાતે આગળ કહ્યું કે, હુમલો કરનારા અસામાજિક તત્વોની કારનો વીડિયો પણ અમારી પાસે છે તે અંગે SP ને જાણ કરી છે. હવે, આ મામલે આગળ કેવી કાર્યવાહી કરાશે તે આવનાર સમય જ બતાવશે. આરોપીઓને કડક સજા થાય અને સબક મળે તેવી આશા છે. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કહ્યું કે, આ વિસ્તારમાં વિદેશીઓ આવતા હોય છે. વડાપ્રધાન મોદીજીનું સ્વપ્ન છે અને રાજ્ય સરકાર જ સાકાર થવા નથી દેતી.
આ પણ વાંચો - Gandhinagar : નેતા, જનતાનાં ફોન ન ઉપાડનારા અધિકારીઓને સરકારનો કડક આદેશ!
ફરિયાદ દાખલ થશે તો કાયદાકીય નિયમ મુજબ કાર્યવાહી કરીશું : સંજય ખરાત, SP Amreli
બીજી તરફ અમરેલી SP સંજય ખરાતે જણાવ્યું કે, રાતે 12 વાગે પ્રતાપભાઇ દુધાતનો ફોન આવ્યો હતો. અજાણ્યા લોકોએ ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડી પર હુમલો કર્યો હતો તેમ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ ધારી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પૂરતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગતરાતે પ્રતાપ દુધાતને જિલ્લા પોલીસે વાત કરી ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું હતું. ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરાશે. પ્રતાપભાઇએ જે આક્ષેપ કર્યા છે તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. અમરેલી એસપીએ આગળ જણાવ્યું કે, તુલશીશ્યામ ટુરિસ્ટ માટે જરૂરી વિસ્તાર હોવાને કારણે રાત-દિવસ લોકો નીકળતા હોય છે ત્યારે પેટ્રોલિંગ પણ રાખવામાં આવે છે. ટુરિસ્ટરને લઈ સિનિયર અધિકારીનું પણ પેટ્રોલિંગ રહેશે. ફરિયાદી તરફથી ફરિયાદ દાખલ થશે તો કાયદાકીય નિયમ મુજબ કાર્યવાહી કરીશું.
આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-2025 નું ઉદ્ઘાટન કર્યું