Anand : લ્યો બોલો! આંધ્રપ્રદેશ પોલીસનાં જવાનોને સ્થાનિકોએ ઢીબી નાખ્યા, કારણ ચોંકાવનારું!
- Anand માં આંધ્રપ્રદેશની પોલીસનાં જવાનો પર સ્થાનિકોનો હુમલો
- ગ્રીડ ચોકડી પાસેનો બનાવ, 2 કિલો સોનાની ચોરીનાં આરોપીને પકડવા આવી હતી પોલીસ
- સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના આંધ્રપ્રદેશની પોલીસ આવી હતી
- બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજી સ્થાનિકોએ મારામારી કરી
Anand : આણંદમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. ગ્રીડ ચોકડી વિસ્તારમાં આંધ્રપ્રદેશની પોલીસ (Andhra Pradesh Police) પર હુમલો થયો હતો. 2 કિલો સોનાની ચોરી મામલે આરોપીને પકડવા આંધ્રપ્રદેશ પોલીસની એક ટીમ સ્થાનિક પોલીસને જાણ કર્યા આણંદ આવી છે. પરંતુ, જ્યારે આરોપીને પકડવા પહોંચી ત્યારે બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજીને સ્થાનિકોએ આંધ્રપ્રદેશ પોલીસનાં 5 જવાનોને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં 1 ની હાલત ગંભીર હોવાની અને અન્ય ચારને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની માહિતી છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને આણંદની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટનાને લઈ આણંદ પોલીસે (Anand Police) તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Amreli : MLA કૌશિક વેકરીયાને લખેલા પત્રનો ઉલ્લેખ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ મેદાને!
સોનાની ચોરીનાં આરોપીને પકડવા આંધ્રપ્રદેશની પોલીસની ટીમ Anand આવી
પ્રાપ્ત માહિતી અનુસાર, આંધ્રપ્રદેશની પોલીસનાં (Andhra Pradesh Police) 5 જવાનોની એક ટીમ આણંદ (Anand) આવી છે. 2 કિલો સોનાની ચોરીનાં કેસમાં આરોપીને પકડવા માટે આંધ્રપ્રદેશની પોલીસની ટીમ આવી છે. જો કે, આ ઓપરેશન અંગે આંધ્રપ્રદેશ પોલીસે આણંદની સ્થાનિક પોલીસને જાણ કરી નહોતી. આરોપીની ધરપકડ કરવા આવેલી આંધ્રપ્રદેશની પોલીસની ટીમ જ્યારે ગ્રીડ ચોકડી વિસ્તારમાં શોધખોળ કરી રહી હતી ત્યારે સ્થાનિક લોકોને લાગ્યું કે આ લોકો બાળકીનું અપહરણ કરવા માટે આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : સરખેજના શકરી તળાવમાં એક સાથે 4 યુવક ડૂબ્યા, 2 નાં મોત, 1 બચ્યો, અન્ય એકની શોધખોળ
બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજી સ્થાનિકોએ માર માર્યો
આથી, ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ આંધ્રપ્રદેશ પોલીસનાં જવાનો પર હુમલો કરી મારામારી કરી હતી. જો કે, ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી અને આંધ્રપ્રદેશ પોલીસનાં જવાનોને છોડાવ્યા હતા. આ ઘટનામાં 1 જવાનને ગંભીર ઇજાઓ થઈ છે જ્યારે અન્ય 4 ને સામાન્ય ઇજાઓ થતા સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આણંદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodara : વાઇરલ Video માં BJP નેતા સાથે દેખાયો મુખ્ય આરોપી! રાજકારણમાં ગરમાવો