Anand Crime: ખંભાતમાં પરિવારજનોને ઊંઘની ગોળીઓ આપી સગીરા દુષ્કર્મ પર ગુજાર્યું
- આણંદના ખંભાતમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના
- સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યાનો આરોપ
- રણજીત ઠાકોર નામના વ્યક્તિએ સગીરા પર કર્યું દુષ્કર્મ
- મિત્ર વિજય ઠાકોર સાથે મળીને પ્લાન બનાવ્યો
- સગીરાના પરિવારને ઊંઘની દવા આપી દુષ્કર્મ કર્યું
- પરિવારને જાણ થતાં પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
પ્રેમજાળમાં ફસાવી મિત્રની મદદથી દુષ્કર્મ
Anand : આણંદના ખંભાતમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના
સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યાનો આરોપ
રણજીત ઠાકર નામના વ્યક્તિએ સગીરા પર કર્યું દુષ્કર્મ
મિત્ર વિજય ઠાકોર સાથે મળીને પ્લાન બનાવ્યો
સગીરાના પરિવારને ઊંઘની દવા આપી દુષ્કર્મ કર્યું#Gujarat #Anand #Khambhat… pic.twitter.com/FCHwEsCRa5— Gujarat First (@GujaratFirst) November 17, 2025
બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ
આ તકનો લાભ લઈ મુખ્ય આરોપી રણજીત ઠાકોર તેના મિત્ર વિજય ઠાકોર સાથે સગીરાના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં કોઈ જાગતું ન હોવાથી રણજીત સગીરાને બળજબરીપૂર્વક બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી
આ સમગ્ર ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. તેમણે તાત્કાલિક ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશન પહોંચીને રણજીત ઠાકોર અને વિજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ખંભાત ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી.ની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. વધુમાં, આ દુષ્કૃત્યમાં આરોપી રણજીત ઠાકોરને મદદ કરનાર તેના મિત્ર વિજય ઠાકોરની સંડોવણી મામલે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Mehsana: ‘આપ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઈના ઝાંસામાં નહીં આવે’ નીતિનભાઈ પટેલનું કડીમાં મોટું નિવેદન


