Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Arvalli: ફાર્મ હાઉસમાં 3 લાખની લૂંટ કરનારા બુકાનીધારી 6 ઝડપાયા

નવરાત્રિનાં તહેવારમાં લૂંટારુઓએ તકનો લાભ લઈને ધનસુરાનાં વડાગામમાં આવેલા ફાર્મ હાઉસમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
arvalli  ફાર્મ હાઉસમાં 3 લાખની લૂંટ કરનારા બુકાનીધારી 6 ઝડપાયા
Advertisement
  1. Arvalli નાં ધનસુરાનાં વડાગામમાં લૂંટનાં 6 આરોપી ઝડપાયા
  2. નવરાત્રિમાં ફાર્મ હાઉસમાં બુકાનીધારી 6 લૂંટારુએ કરી હતી 3 લાખની લૂંટ
  3. તમામ 6 આરોપી ધનસુરાનગરનાં રહેવાસી હોવાનું સામે આવ્યું
  4. જિલ્લા LCB પોલીસે તમામ લૂંટારીઓને પકડી પાડી લૂંટની રકમ જપ્ત કરી

Arvalli : અરવલ્લીનાં ધનસુરાનાં વડાગામમાં તાજેતરમાં લૂંટની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા LCB પોલીસે ગણતરીનાં દિવસોમાં લૂંટની ઘટનામાં 6 આરોપીને ઝડપી પાડ્યા છે. મળતી માાહિતી મુજબ, નવરાત્રિનાં તહેવારમાં લૂંટારુઓએ તકનો લાભ લઈને ધનસુરાનાં વડાગામમાં આવેલા ફાર્મ હાઉસમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં બુકાનીધારી 6 લૂંટારુએ રૂ. 3 લાખની લૂંટ કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું અને સરાજાહેર લૂંટારુંઓનો વરઘોડા કાઢ્યો હતો.

આ પણ વાંચો - કિન્નર સાથે સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરતા ટપોરીનો Video Viral થતાં પોલીસે કરી કાર્યવાહી, પાવૈયાની ધરપકડ બાકી

Advertisement
Advertisement

Advertisement

Arvalli નાં ધનસુરાનાં વડાગામમાં લૂંટનાં 6 આરોપી ઝડપાયા

અરવલ્લીનાં ધનસુરાનાં વડાગામમાં ફાર્મ હાઉસમાં થયેલ લૂંટની આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપીઓની શોધખોળ કરી હતી. દરમિયાન, પોલીસે 6 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપીને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ઝડપાયેલા તમામ 6 આરોપી ધનસુરાનગરનાં રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. હાલમાં, જિલ્લા LCB પોલીસે તમામ લૂંટારીઓને પકડી પાડી લૂંટની રકમ જપ્ત કરી છે.

આ પણ વાંચો - Gandhinagar : દિવાળીમાં સરકારી કર્મચારીઓની લોટરી લાગી! મળી આ મોટી ભેટ!

પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કડક ઉદાહરણ પૂરું પાડ્યું!

આરોપીઓને પકડી પાડ્યા બાદ પોલીસે વડાગામમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન કરવા આરોપીઓનો વરઘોડો કાઢી લઈ જવાયા હતા. ત્યારે આ આરોપીઓને જોવા માટે લોકોનાં ટોળા એકઠા થયા હતા. સ્થાનિકોએ પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરી હતી. આમ, આરોપીઓનું સરઘસ કાઢી પોલીસે ગુનેગારોમાં કડક ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યમાં ચોરી અને લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તહેવારોમાં આવા લૂંટારુંઓને તક મળી જતી હોય છે, જેથી તેઓ આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે લોકોને પણ સાવચેત રહેવા માટે પોલીસે અપીલ કરી છે.

આ પણ વાંચો - Jamnagar : 80 ફૂટ ઊંચા બ્રિજ પરથી કાર ઊંડ નદીમાં ખાબકી, 4 યુવાનનો ચમત્કારી બચાવ

Tags :
Advertisement

.

×