Banaskantha: આસારામે શરતી જામીનનો કર્યો ભંગ
- કોર્ટના આદેશની અવગણના કરી ચાલી રહ્યા છે મેળાવડા
- પેરોલ પર છૂટ્યા બાદ આસારામ પહેલીવાર પાલનપુરમાં
- મહેશ્વરી હોલ ખાતે આસારામ અનુયાયીઓને મળ્યા
બનાસકાંઠામાં આસારામે શરતી જામીનનો ભંગ કર્યો છે. જેમાં કોર્ટના આદેશની અવગણના કરી મેળાવડા ચાલી રહ્યા છે. તેમાં પેરોલ પર છૂટ્યા બાદ આસારામ પહેલીવાર પાલનપુરમાં દેખાયા છે. જેમાં મહેશ્વરી હોલ ખાતે આસારામ અનુયાયીઓને મળ્યા છે. તેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરી સત્સંગ યોજ્યો હતો. આસારામ અંગરક્ષકો અને કાફલા સાથે પાલનપુર પહોંચ્યા હતા.
પરવાનગી વિના કાર્યક્રમ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
પરવાનગી વિના કાર્યક્રમ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ મોટી સંખ્યામાં અનુયાઇઓને ભેગા કરી સત્સંગ કરવામાં આવ્યો છે. જેમાં કોર્ટના આદેશની અવગણના કરી આશારામ તેમની મનમાની કરી રહ્યાં છે. ગઈકાલે પાલનપુરના મહેશ્વરી હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આસારામના અનુયાયીઓ એકઠા થયા હતા. તથા કાર્યક્રમ દરમિયાન મીડિયાને કવરેજ પર પાબંધી ફરમાવી હતી. તથા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસને ખબર પડી કે આસારામે કાર્યક્રમ કર્યો છે. તેમજ આસારામના ગયા બાદ પરવાનગી વિના કાર્યક્રમ થતા પોલીસે આયોજકોના જવાબ લેવાની કાર્યવાહી હાથધરી હતી.
જાણો આસારામ વિશેની વધુ વિગતો:
સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025એ દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા હતા. 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે આ રાહત આપવામાં આવી છે. જેમાં આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા. જામીન પર છૂટ્યાના 9 દિવસ બાદ આસારામ જોધપુરથી અમદાવાદના આશ્રમ આવ્યા હતા. અમદાવાદ આવીને આસારામ મોટેરા સ્થિત આશ્રમમાં રહે છે, જ્યાં સારવાર માટે નિષ્ણાત તબીબોની સલાહ લેવામાં આવે છે. જેમાં ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર દુષ્કર્મના કેસ મામલે 07 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા. જેમાં કોર્ટે પોતાના અનુયાયીઓને ન મળવાની આસારામને સૂચના આપી હતી. ત્યારબાદ 14 જાન્યુઆરીએ જોધપુર દુષ્કર્મ કેસ મામલે રાજસ્થાન હાઇકોર્ટે આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા.
આ પણ વાંચો: Republic Day 2025: ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ