Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : ડીસા વિસ્ફોટ કાંડના આરોપી પિતા-પુત્રના ખૂલ્યા મોટા રાઝ

રૂપિયા કમાવાની લ્હાયમાં મોતની ફેક્ટરી નાખી હતી નાની દુકાનમાંથી ડીસા GIDCમાં ફેક્ટરી શરૂ કરી
banaskantha   ડીસા વિસ્ફોટ કાંડના આરોપી પિતા પુત્રના ખૂલ્યા મોટા રાઝ
Advertisement
  • ફેક્ટરી માલિક દીપક અને તેનો પિતા ચલાવતા હતા દુકાન
  • રીશાલા બજારમાં 10 વર્ષ પહેલા ચલાવતા હતા ફટાકડાની દુકાન
  • રૂપિયા કમાવાની લ્હાયમાં નાખી હતી મોતની ફેક્ટરી

 Banaskantha : બનાસકાંઠા ડીસા વિસ્ફોટ કાંડના આરોપીઓ રાઝ ખૂલ્યા છે. જેમાં ફેક્ટરી માલિક દીપક અને તેનો પિતા દુકાન ચલાવતા હતા. તેમાં રીશાલા બજારમાં 10 વર્ષ પહેલા ફટાકડાની દુકાન ચલાવતા હતા. જેમાં રૂપિયા કમાવાની લ્હાયમાં મોતની ફેક્ટરી નાખી હતી. નાની દુકાનમાંથી ડીસા GIDCમાં ફેક્ટરી શરૂ કરી હતી. તેમજ ગુજરાત, રાજસ્થાનમાં ફટાકડાનો માલ પૂરો પાડતા હતા. જેમાં ડીસાની ફેક્ટરી વિસ્ફોટે 21 લોકોનો જીવ લઈ લીધો છે.

માનવ વધ અપરાધનો ગુનો દાખલ કરવામાં આવ્યો - અક્ષયરાજ મકવાણા (જિલ્લા પોલીસ વડા)

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં જણાવ્યું છે કે આરોપીઓ છેલ્લા 18 વર્ષથી ફટાકડાનો ધંધો કરતા હતા. માનવ વધ અપરાધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ સામે ઝડપથી ચાર્જ સીટ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીના સાસરી પક્ષ સાબરકાંઠા થાય છે ત્યાં પણ તેમના ગોડાઉન છે. કોર્ટેમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. જે કેમિકલ મળ્યું છે તેના માટે નિષ્ણાતની સલાહ લેવામાં આવી છે...

Advertisement

ડીસા વિસ્ફોટકાંડ બાદ જિલ્લા કલેક્ટરે પ્રેસકોન્ફરન્સ યોજી

Advertisement

ડીસા વિસ્ફોટકાંડ બાદ જિલ્લા કલેક્ટરે પ્રેસકોન્ફરન્સ યોજી છે. જેમાં કલેક્ટરે જણાવ્યું છે કે 10 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. તેમજ 6 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ પરિવારને સોંપ્યા છે. તથા હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપ્યા છે. 3 ડીસામાં, 2 પાલનપુરમાં અને 1 અમદાવાદમાં સારવાર હેઠળ છે. અમે જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે ગોડાઉન ખાલી હતું. આ તમામ જથ્થો ગેરદાયદે રીતે સંગ્રહ કરેલો હતો. પાછળથી છેલ્લા 15 દિવસમાં દારૂગોળો આવ્યો હશે. કેટલાક મૃતદેહોની ઓળખ થઇ ગઇ છે. 21 પૈકી 18 મૃતકો મધ્યપ્રદેશના છે. તથા બે મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ છે. તમામ મૃતકો MPના દેવાસ અને હરદા જિલ્લાના છે.

જરૂર જણાશે તો SITમાં એક્સપર્ટનો મત લેવાશે

જરૂર જણાશે તો SITમાં એક્સપર્ટનો મત લેવાશે. ડિસે. 2024માં ફટાકડા સ્ટોરેજનું લાયસન્સ ખતમ થયું હતું. જેમાં બળવંતસિંહે જણાવ્યું છે કે જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે. તથા ડીસાના વિસ્ફોટ કાંડ બાદ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. રાજ્યભરના ફટાકડાના એકમો પર ચેકિંગનો આદેશ આપ્યો છે. લાયસન્સ વિનાના એકમો સામે પગલાં લેવા સૂચના અપાઈ છે. લાયસન્સ વિનાની ફટાકડાની ફેક્ટરી પર તાળા લાગશે. ગેરકાયદે ફટાકડાના ગોડાઉન પર ખંભાતી તાળા લાગશે. તથા સુરક્ષામાં ખામી બહાર આવશે તો કડક પગલા લેવાશે.

બનાસકાંઠાના ડીસા વિસ્ફોટ કાંડમાં તંત્રએ વ્યવસ્થા કરી

બનાસકાંઠાના ડીસા વિસ્ફોટ કાંડમાં તંત્રએ વ્યવસ્થા કરી છે. જેમાં તંત્રએ મૃતદેહોને મધ્યપ્રદેશ મોકલી આપવા વ્યવસ્થા કરી છે. તંત્રએ કુલ 20 જેટલી એમ્બ્યૂલન્સની વ્યવસ્થા કરી છે. તેમાં 11 જેટલી એમ્બ્યૂલન્સમાં મધ્યપ્રદેશ મૃતદેહ મોકલાશે. એક એમ્બ્યૂલન્સમાં બે મૃતદેહ મધ્યપ્રદેશ મોકલાશે. લાંબા અંતરના લીધે દરેક એમ્બ્યૂલન્સમાં બે ડ્રાઈવર રખાશે. પોલીસના કાફલા સાથે મૃતદેહ મધ્યપ્રદેશ મોકલાશે.

બનાસકાંઠાના ડીસા વિસ્ફોટમાં MPનો પરિવાર વિખરાયો

બનાસકાંઠાના ડીસા વિસ્ફોટમાં MPનો પરિવાર વિખરાયો છે. જેમાં મધ્યપ્રદેશથી એક જ પરિવારના છ સભ્યો ડીસા આવ્યા હતા. તેમાં MPનો પરિવાર ડીસામાં મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. અગ્નિકાંડમાં મોત થતા MPથી પરિવારના સભ્યો ડીસા આવ્યા છે. ડીસા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લેવા પરિવાર પહોંચ્યો છે. તેમજ બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર એ છે કે ડીસાના દાનવ દીપક મોહનાણી અને પિતા ખૂબચંદને પોલીસે દબોચ્યા છે. આરોપી દીપકને પોલીસે ઈડરથી પકડી પાડ્યો છે. ફટાકડાની ફેક્ટરીનો માલિક દીપક મોહનાણી છે. જેમાં દીપક 2021થી ગેરકાયદે ફટાકડા ફેક્ટરી ચલાવતો હતો.

આ પણ વાંચો: Technology News : Whatsapp પરથી Instagram રીલ્સ કેવી રીતે જોવી? જાણો ખૂબ જ સરળ રીત

Tags :
Advertisement

.

×