ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : મિત્ર સાથે બાઇક પર ફરવા ગયેલા બનાસકાંઠાના યુવકની માઉન્ટ આબુમાં હત્યા

છીપાબેરી નજીક બાઇક પર આવેલા 6 જેટલા યુવકોએ લૂંટનાં ઇરાદે યુવકને છરી મારી હત્યા કરી ફરાર થયા હોવાની પ્રાથમિક માહિતી છે.
09:14 PM Aug 07, 2025 IST | Vipul Sen
છીપાબેરી નજીક બાઇક પર આવેલા 6 જેટલા યુવકોએ લૂંટનાં ઇરાદે યુવકને છરી મારી હત્યા કરી ફરાર થયા હોવાની પ્રાથમિક માહિતી છે.
Aburoad_Gujarat_first
  1. બનાસકાંઠાનાં યુવકની માઉન્ટ આબુમાં હત્યા (Banaskantha)
  2. છીપાબેરી નજીક લૂંટનાં ઈરાદે છરી મારી હત્યા કરાઈ
  3. 6 જેટલા યુવકોએ લૂંટનાં ઈરાદે યુવકની હત્યા કરી ફરાર થયા
  4. મૃતક યુવક હિતેષ ચૌધરી ધાનેરા તાલુકાના હડતા ગામનો રહેવાસી

Banaskantha : બનાસકાંઠાનાં યુવકની રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં (Mount Abu) હત્યા બાદ ચકચાર મચી જવા પામી છે. છીપાબેરી નજીક બાઇક પર આવેલા 6 જેટલા યુવકોએ લૂંટનાં ઇરાદે યુવકને છરી મારી હત્યા કરી ફરાર થયા હોવાની પ્રાથમિક માહિતી છે. મૃતક યુવક મિત્ર સાથે બાઇક પર ફરવા માટે માઉન્ટ આબુ ગયો હતો. બનાસકાંઠાનાં યુવકની માઉન્ટ આબુમાં હત્યા થઈ હોવાની ઘટના બનતા રેન્જ આઈજી સહિતનો સિરોહી પોલીસનો (Sirohi Police) કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- Jamnagar ના લાલપુર તાલુકાના જોગવડ ગામ કોલેરાગ્રસ્ત જાહેર, ગામમાં કોલેરાનો પોઝિટીવ કેસ મળતા લેવાયો નિર્ણય

માઉન્ટઆબુનાં છીપાબેરી નજીક છરી મારી Banaskantha ના યુવકની હત્યા

પ્રાપ્ત માહિત અનુસાર, બનાસકાંઠા જિલ્લાના (Banaskantha) ધાનેરા તાલુકાના હડતા ગામનો રહેવાસી યુવક હિતેષ સેધાભાઈ ચૌધરી પોતાનાં મિત્ર સાથે બાઈક પર રાજસ્થાનમાં (Rajasthan) આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ફરવા માટે ગયો હતો. દરમિયાન, માઉન્ટ આબુથી પરત ફરતી વખતે છીપાબેરી વિસ્તારમાં હિતેષ ચૌધરી અને તેના મિત્ર પર બાઇક પર આવેલા 6 જેટલા યુવકોએ હુમલો કર્યો હતો. લૂંટનાં ઇરાદે આ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ હિતેષ ચૌધરીની છાતીનાં ભાગે છરી મારીને હત્યા નીપજાવી હતી અને ફરાર થયા હતા.

આ પણ વાંચો- Bhavnagar ના આર.ટી.એસ પ્લાન્ટમાં રિપેરીંગ દરમિયાન હાઇડ્રોલિક સાધન નીચે દબાઇ જતા મજૂરનું ઘટનાસ્થળે મોત

સિરોહી પોલીસે હત્યારાઓને શોધવા તજવીજ હાથ ધરી

આ ઘટના અંગે જાણ થતાં સિરોહી એસ.પી., જોધપુર રેન્જ આઈ.જી. રાજેશ કુમાર મીણા સહિત પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી હત્યારાઓની શોધખોળ આદરી છે. હત્યારા 6 યુવક બાઇક પર આવ્યા હતા. પોલીસે CCTV ફૂટેજનાં આધારે તેમને શોધવાની તજવીજ હાથ ધરી છે. જો કે, આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવાર શોકમગ્ન થયો છે.

આ પણ વાંચો- રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ હૃદયસ્પર્શી વીડિયો-ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ કર્યું

Tags :
BanaskanthaBanaskantha Boy attacked in Mount AbuCrime NewsDhanera Talukagujaratfirst newsJodhpur Range IG Rajesh Kumar MeenaMount AbuRajasthanSirohi PoliceTop Gujarati News
Next Article