Banaskantha: ધાનેરાના ખિમતમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળ્યું, હત્યાનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
- શેઢા ઉપરનું વૃક્ષ કાપવામાં મામલે થઈ હતી બોલાચાલી
- ભાગે ધોકા વડે માર મારતા સારવાર દરમિયાન કાકાનુંનીપજ્યું મોત
- પાંથાવાડા પોલીસે હત્યારા ભત્રીજાને પકડી જેલ ભેગો કર્યો
Banaskantha: કળિયુગ અત્યારે પોતાની ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે ભાઈ પણ ભાઈનો સગો રહ્યો નથી. એક વેત જમીન માટે હવે ભાઈ પોતાના સગા ભાઈની હત્યા કરવા માટે અચકાતો નથી. બનાસકાંઠામાં પણ આવી જ એક ઘટના અત્યારે સામે આવી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવેલા ખિમતમાં હત્યા શેઢા બાબતે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનો આદેશ, 15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપવા પર પ્રતિબંધ
ભત્રીજાએ કાકાના માથાના ભાગે ધોકા વડે માર માર્યો અને...
બનાસકાંઠાના ધાનેરાના ખિમત(ઉમેદપુરા)માં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળ્યું હોવાનું સામે આવ્યું છે. માત્ર શેઢા ઉપરનું વૃક્ષ કાપવા જેવી નજીબી બાબતે કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી હતી વધી ગઈ કે ઝડડો હત્યામાં ફેરવાઈ ગયો હતો. ભત્રીજાએ કાકાના માથાના ભાગે ધોકા વડે માર માર્યો હતો. જેથી કાકાની હાલત અત્યંત ગંભીર હોવાના કારમે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા અહીં સારવાર દરમિયાન કાકાનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: Gujarat: છેલ્લા 5 દિવસથી વાદળછાયું વાતાવરણ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
પોલીસે ભત્રીજાને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યો
પાંથાવાડા પોલીસે હત્યારા ભત્રીજાને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. નોંધનીય છે કે, અત્યારે પાંચ સંતાનોના પિતાનું મોત થતાં પાંચેય સંતાનોએ છત્ર છાયા ગુમાવી છે. લોકો અત્યારે પોતાના પરિવાર કરતા જમીનને વધારે મહત્વ આપતા હોય છે. આવી બાબતોમાં ઝઘડો કરતા હોય છે અને ત્યાર બાદ ઘટના હત્યા સુધી પહોંચી જાય છે. બનાસકાંઠામાં પણ આવું જ બન્યું છે, માત્ર શેઢા માટે ભત્રીજો હત્યારો બની ગયો અને કાકાની હત્યા કરી નાખી.
આ પણ વાંચો: Ahmedabad: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત! ત્રણ આઇસર બળીને ખાખ