Banaskantha: પાલનપુરમાં પોલીસ કર્મીએ કર્યો આપઘાત, ઉચ્ચ અધિકારીઓ પર પરિવારજનોએ કર્યા ગંભીર આક્ષેપ
- કચ્છ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પાલનપુર પોતાના ઘરે આપઘાત કર્યો
- મૃતક પર 66/2 મુજબ ફરિયાદ થઈ હતી જે બાદ બદલી કરી દેતા લાગી આવ્યું હતુ
- મૃતકના મૃતદેહને પી.એમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે
Banaskantha: પાલનપુરમાં પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે. જેમાં કચ્છ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પાલનપુર પોતાના ઘરે આપઘાત કર્યો છે. મૃતક પર 66/2 મુજબ ફરિયાદ થઈ હતી જે બાદ બદલી કરી દેતા લાગી આવ્યું હતુ. તેમજ સુરત ખાતે બદલી કરી નાખતા પાલનપુર આવી આપઘાત કર્યો છે. જેમાં મૃતકના મૃતદેહને પી.એમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ પહોંચ્યા
વિંડલ રમેશચંદ્ર ચૌહાણ નામના પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ પહોંચ્યા છે. તથા પોલીસના ઉપરી અધિકારીઓ મૃતક પર માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો પરિવારના સભ્યોએ કર્યા છે. તેમજ મૃતક પર 66/b મુજબ ખોટો ગુનો દાખલ કરી ફસાવ્યા હોવાના આક્ષેપ છે. જેમાં પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારનો મૃતદેહ ન સ્વીકારવાનો ઇનકાર છે. તથા પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારજનોના આક્ષેપ છે.
આ પણ વાંચો: Colombia: રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે પર રેલી દરમિયાન ગોળીબાર, આરોપીની ધરપકડ