Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : ધો. 8 માં ભણતી સગીરાને યુવક ભગાડી ગયો, મિત્રનાં ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ

ફરિયાદની દીકરી કપડાં સીવડાવવાનું કહીને ઘરમાંથી નીકળી હતી. જો કે, ઘણા સમય સુધી સગીરા ઘરે ન આવતા પરિવારે શોધખોળ આદરી હતી.
bharuch   ધો  8 માં ભણતી સગીરાને યુવક ભગાડી ગયો  મિત્રનાં ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ
Advertisement
  1. ધોરણ 8 ની સગીરાને બોરીયાવી ગામનો યુવક ભગાડી મિત્રનાં ફાર્મ હાઉસ પર દુષ્કર્મ આચર્યાનો આરોપ (Bharuch)
  2. મામાનાં ઘરે રહેતી સગીરા વેકેશનમાં માતાના ઘરે આવી હતી.
  3. સગીરાએ બહેનનો ગલ્લો તોડી 20,000 અને સોનાની ચેન લઈને યુવક સાથે રફુચક્કર થતાં ફરિયાદ
  4. યુવકે સગીરાને ફોન પર રૂપિયા અને દાગીના સાથે લાવવાનું કહ્યું હોવાનો આરોપ

Bharuch : સોશિયલ મીડિયાનાં જમાનામાં બાળકોને મોબાઈલ આપવો હવે લાલબત્તી સમાન છે. કારણ કે ભરૂચમાં એક સગીરા ધોરણ 8 માં અભ્યાસ અર્થે તેના મામાનાં ઘરે રહેતી હતી. દરમિયાન, મોબાઇલ થકી સગીરા એક યુવકના પરિચયમાં આવી હતી. યુવક ભરૂચ ખાતે મળવા આવી સગીરાને લઈ રફુચક્કર થઈ જતા આ મામલે પોલીસ (Bharuch C Division Police) ફરિયાદ થતાં પોલીસે દુષ્કર્મ, પોક્સો, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Kutch : પાકિસ્તાન માટે જાસૂસી કરનારા શખ્સના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં મોટા ખુલાસા!

Advertisement

યુવકે ઘરમાંથી દાગીના, રૂપિયા લઈ આવવાનું સગીરાને કહ્યું હોવાનો આરોપ

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં (Bharuch C Division Police) મહિલાએ 15 મેનાં રોજ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણીએ આક્ષેપ કર્યા હતા કે તેમની 13 વર્ષની સગીરવયની દીકરી અભ્યાસ અર્થે તેના મામાનાં ઘરે આણંદ બોરિયાવી ગામ (Anand Boriyavi village) ખાતે રહેતી હતી. સગીરા 8 માં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને હાલ શાળાનું વેકેશન હોવાનાં કારણે સગીરા માતાનાં ઘરે ભરૂચ તાલુકાનાં નેશનલ હાઇવે 48 પરનાં એક ગામમાં આવી હતી. દરમિયાન, યુવકે સગીરાને ફોન કરી ઘરમાંથી સોનાનાં દાગીના અને રૂપિયા લઇ આવવાનું કહ્યું હતું. આથી, સગીરાએ ઘરમાંથી સોનાની ચેન અને નાની બહેનનો ગલ્લો તોડી તેમાંથી 20 હજાર રૂપિયા લીધા હતા. વિશાલ દશરથ રાઠોડ (ઉંમર વર્ષ 20) નો યુવક સગીરાને લઈને રફુચક્કર થયો હતો.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : સાણંદમાં પ્રેમ સબંધમાં યુવકની હત્યા, શું છે ફિલ્મી ઢબે થયેલી હત્યાનું કારણ

ફરિયાદ થતાં પોલીસે યુવક-યુવતીની શોધખોળ આદરી

ફરિયાદની દીકરી કપડાં સીવડાવવાનું કહીને ઘરમાંથી નીકળી હતી. જો કે, ઘણા સમય સુધી સગીરા ઘરે ન આવતા પરિવારે શોધખોળ આદરી હતી. દરમિયાન, મોબાઇલમાં વિશાલ દશરથ રાઠોડના મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હોવાની જાણ થઈ હતી. આથી, સગીરાની માતાએ નજીકનાં સી ડિવિઝન પોલીસ મથકમાં (Bharuch C Division Police) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન યુવક અને યુવતીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ તપાસ અનુસાર, બંનેને શોધી કાઢતા યુવકે સગીરાને ભાઈબંધનાં ફાર્મ હાઉસ પર લઈ જઈ તેણીની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવતા પોલીસે નરાધમ વિશાલ દશરથ રાઠોડ સામે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમનો ઉમેરો કરવાની કામગીરી કરી બંનેનાં મેડિકલ પરિક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Crime : રાજકોટમાં પરિવારના આંતરિક ઝઘડામાં ભાઈએ કરી ભાઈની હત્યા

Tags :
Advertisement

.

×