Bharuch : અંકલેશ્વરમાં ગણેશોત્સવમાં યુવતીઓનાં અશોભનીય ડાન્સ મામલે આખરે કાર્યવાહી
- Bharuch નાં અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવમાં યુવતીઓનાં ડાન્સનો મામલો
- ગણપતિ મહોત્સવમાં યુવતીઓને ડાન્સ કરાવવો ભારે પડ્યો
- હિન્દુ સમાજની લાગણી દુભાતા પોલીસ ફરિયાદ થઈ
- યુવતીઓને પંડાલ નજીક નચાવવા મુદ્દે ત્રણ લોકો સામે ગુનો દાખલ
Bharuch : અંકલેશ્વરમાં મીરાનગર વિસ્તારમાં ગણેશોત્સવ (Ganeshotsav 2025) દરમિયાનનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે, જેમાં ગણપતિ પંડાલમાં ભોજપુરી ગીતો પર ડાન્સર યુવતીઓને બોલાવી અશોભનીય નૃત્ય કરાવતા હોવાનું જણાય છે. આ વીડિયો ધ્યાને આવતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાની ફરિયાદ થતા પોલીસે આખરે કાર્યવાહી કરી છે અને ત્રણ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો - Bharuch : ગણેશોત્સવમાં મીરાનગરના પંડાલમાં ભોજપુરી ગીતો પર ગંદો ડાન્સ, વાયરલ વીડિયો ચર્ચામાં!
Bharuch નાં અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવમાં યુવતીઓનાં ડાન્સનો મામલો
માહિતી અનુસાર, ભરૂચનાં અંકલેશ્વરમાં (Ankleshwar) મીરાનગરમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભોજપુરી ગીતો પર ડાન્સર યુવતીઓને બોલાવી અશોભનીય નૃત્ય કરાવવામાં આવ્યું હતું, આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ડાન્સર યુવતીઓ ભોજપુરી ગીતો (Bhojpuri Songs) પર ઠુમકા લગાવતી અને આસપાસનાં લોકો ડાન્સર પર રૂપિયા ઉડાડતા નજરે પડે છે. આ વીડિયો સામે આવતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને આયોજકો સામે કાર્યવાહીની માગ કરી હતી.
આ પણ વાંચો - Surat : માંગરોળમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર, કોસાડી ગામે કીમ નદી ઓવરફ્લો, મુસ્લિમ-આદિવાસી વિસ્તારોમાં પૂરની સ્થિતિ
હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાની ફરિયાદ થતા આખરે કાર્યવાહી
માહિતી અનુસાર, આ મામલે હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાની ફરિયાદ થતા આખરે પોલીસ (Bharuch Police) એક્શનમાં આવી છે અને 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. ધાર્મિક કાર્યક્રમમાં ભોજપુરી ગીતો પર યુવતીઓનાં અશોભનીય ડાન્સનો વીડિયો સામે આવતા લોકોએ ભારે ટીકા કરી છે અને રોષ ઠાલવ્યો છે. સાથે જ સાંસ્કૃતિક તહેવારોનાં આયોજનમાં નૈતિકતા અને પરંપરાઓનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો - Jamnagar : આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલ જીજી હોસ્પિટલની મુલાકાતે, સમીક્ષા બેઠક કરી