Bharuch : ગટરમાંથી માનવ અંગ મળવા મામલે મોટો ખુલાસો, મૃતકની ઓળખ થઈ
- ભરૂચમાં (Bharuch) માનવ શરીરના ટુકડા મળવા મુદ્દે મોટો ખુલાસો
- મૃતક સચિન વેદાંત સોસાયટીમાં રહેતો હોવાની થઈ ઓળખ
- વતનથી મૃતક ઘરે પરત ન ફરતા શોધખોળમાં ફૂટ્યો ભાંડો
- મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણે હત્યા કરી હોવાની ફરિયાદ
ભરૂચ (Bharuch) GIDC વિસ્તારમાં દુધધારા ડેરી તરફથી જવાનાં માર્ગ પર ગટરમાંથી પ્રથમ માથાનો ભાગ ત્યારબાદ કમરનો ભાગ અને ત્રીજા દિવસે હાથનાં ટુકડા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હાથ પર સચિન નામનાં છૂંદણું પણ નાશ કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણ ટપકા પરથી ઓળખ થતા આખરે મૃતક વેદાંત સોસાયટીમાં રહેતો હોવાની અને તેના મિત્ર એ જ તેની હત્યા કરી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે. આ અંગે મૃતકનાં ભાઈએ ભરૂચ C ડિવિઝન પોલીસ (Bharuch C Division Police) મથકમાં હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે હત્યારા આરોપીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે
ગટરમાંથી માનવ અંગનાં ટુકડા મળ્યા, મૃતકની ઓળખ થઈ
ભરૂચ GIDC વિસ્તારમાં ગટરમાંથી માનવ અંગનાં ટુકડા મળવા મામલે આખરે મૃતકની ઓળખ થતા મૃતકનાં ભાઈ મોહિત ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે મૃતક સચિન પ્રવિણસિંહ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ભરુચની શ્રવણ ચોકડી નજીકની વેદાંત સોસાયટી મકાન નંબર B/32 માં પત્ની અને બાળક સાથે રહેતો હતો અને દહેજ ખાતેની કંપનીમાં નોકરી કરતો હતો. મૃતક સચિનને પોતાના જમણા હાથના કાંડાની વચ્ચે અંગ્રેજીમાં કોર્સિગ રાઇટિંગમાં સચિનનું છૂંદણું પડાવેલું હતું, તેને દાંતમાં દુઃખાવો હોવાનાં કારણે દાંતની ટ્રીટમેન્ટ કરી કેપ કરાવેલી હતી. મૃતકનાં ભાઈએ વધુમાં જણાવ્યું કે, સચિનો મિત્ર શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણ જે ઉત્તર પ્રદેશ ખાતે વતનમાં બાજુમાં આવેલ જોગીપુરા ગામનો છે તે પણ છેલ્લા 10 વર્ષથી ભરૂચ ખાતે રહી નોકરી કરે છે.
ભરૂચમાં માનવ શરીરના ટુકડા મળવા મુદ્દે મોટો ખુલાસો
મૃતક સચિન વેદાંત સોસાયટીમાં રહેતો હોવાની થઈ ઓળખ
વતનથી મૃતક ઘરે પરત ન ફરતા શોધખોળમાં ફૂટ્યો ભાંડો
મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણે હત્યા કરી હોવાની ફરિયાદ
માનવ અંગ મળતા શૈલેન્દ્રસિંહ ફરાર હોવાથી મૃતકના ભાઈને શંકા… pic.twitter.com/vUaudmGI9m— Gujarat First (@GujaratFirst) April 1, 2025
હાથ પર બનેલા Tattoo નાં 3 ટપકાથી થઈ ઓળખ
સાસરીમાં લગ્ન પ્રસંગ હોવાથી 1 માર્ચ 2025 નાં રોજ મૃતક સચિન ચૌહાણ (Sachin Chauhan Case) પત્ની પારુલબેન અને દીકરા સાથે ઉત્તર પ્રદેશ ખાતે વતનમાં ગયા હતા. જ્યાંથી મૃતક સચિને તેની પત્ની અને દીકરાને પિતાનાં ઘરે મૂકી પોતે ભરૂચ જવાનો હતો. પરંતુ, ભરૂચ ન પહોંચતા ફરિયાદીએ તપાસ આદરી હતી. દરમિયાન, મૃતકનાં ઘર પાસેથી ગટરમાંથી માનવ અંગ મળ્યા હોવાની જાણ થતાં મોહિત ચૌહાણને થતા તેઓ ભરૂચ આવ્યા હતા. માનવ અંગો પૈકી હાથની કોણી નીચેનાં ભાગ પર સચિન નામનું છૂંદણું કે જેને નાશ કરવામાં આવ્યું હતું પરંતુ, નામની બાજુમાં ત્રણ ટપકા પરથી ઓળખ થતા મૃતક સચિન ચૌહાણ હોવાનો ખુલાસો થયો હતો. હાલ ભરૂચની ઇલાબેન બીપીન રાજનાં મકાનમાં હરિધામ સોસાયટી તુલસીધામમાં રહેતા શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણે હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડનાં ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Bharuch: માનવ શરીરનાં અવશેષો મળી આવવાનો મામલો, ગટરમાંથી મળી આવ્યો માનવ હાથ
શૈલેન્દ્રસિંગને મકાન ભાડે આપનાર માલિકની થશે પૂછફરછ?
ભરૂચમાં ગટરમાંથી માનવ અંગો મળી આવવાના મામલે પરપ્રાંતિય શૈલેન્દ્રસિંગ ચૌહાણ સામે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તે ભરૂચના (Bharuch) તુલસીધામ વિસ્તારમાં ઇલાબેન બીપીન રાજના મકાનમાં રહે છે તો આ બાબતે મકાન માલિકે પણ ભાડા કરાર કે પોલીસ વેરીફિકેશન રજૂ કર્યા છે ખરા અને ન કર્યા હોય તો જાહેરનામાનો ગુનો બનતો હોય તો પોલીસે શું કાર્યવાહી કરી છે અને પરપ્રાંતિઓને ભાડેથી મકાન આપવા અંગે પોલીસ વેરિફિકેશન જરૂરી હોય તો પોલીસે આ બાબતે પણ ફરિયાદ દાખલ કરી છે પોલીસ માટે પણ તપાસનો વિષય બની ગયો છે.
આ પણ વાંચો - Banaskantha: ડીસા ફટાકડાની ફેક્ટરીમાં મામલો, ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ, નેતાઓએ સરકાર પર કર્યા પ્રહાર
આરોપી શૈલેન્દ્રસિંગ ચૌહાણની ધરપકડ બાદ અનેક ખુલાસા થવાની વકી
ભરૂચમાં GIDC વિસ્તારમાં ગટરમાંથી ત્રણ દિવસથી માનવ અંગ મળી આવવા મામલે હાલ પોલીસ (Bharuch C Division Police) તપાસ ચાલું છે. જ્યારે આરોપી મિત્ર શૈલેન્દ્રસિંગ ચૌહાણ પણ પોલીસ પકડથી દૂર છે. મૃતકના પુરતા માનવ અંગ મળી નહીં આવતા શૈલેન્દ્રસિંગ ચૌહાણ ઝડપાયા બાદ જ મૃતક સચિનનાં અંગોનો કયાં કયાં અને કેવી રીતે નિકાલ કર્યો છે અને કેટલા ટુકડા કર્યા છે તેનો ખુલાસો થઈ શકે તેમ છે.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Banaskantha : ડીસામાં ફેક્ટરીમાં લાગેલ આગ મામલે મોટો ખુલાસો, 14 મૃતકો પરપ્રાંતિય