Bharuch : લ્યો બોલો... દીકરાએ પોતાના જ ઘરમાં કરી રૂ. 7 લાખના દાગીનાની ચોરી!
- Bharuch માં પોતાના જ ઘરમાં દીકરાએ કરી રૂ. 7 લાખનાં દાગીનાની ચોરી
- દાગીનાંની ચોરી કરી પાડોશી મહિલાને ગીરવે આપ્યા હોવાનો ઘટસ્ફોટ
- માતાની ફરિયાદ બાદ પોલીસે દીકરા અને પાડોશી મહિલા સામે ગુનો નોંધ્યો
ભરૂચમાં (Bharuch) કોર્ટ નજીક આવેલ રામનગર સોસાયટીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાંથી રૂ. 7 લાખનાં દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ફરિયાદીનાં દીકરાએ જ પોતાનાં ઘરમાંથી જ રૂ. 7 લાખના દાગીનાની ચોરી કરીને પાડોશીને ગીરવે મૂક્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Jain Samaj : અગ્રણીઓની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- જૈન મુનિ સાગરચંદ્ર સાગરના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો!
માતાએ કિંમતી દાગીના સાચવીને સેટી પલંગની અંદર લોકરમાં મૂક્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી ભાનુબેન ગીરીશભાઈ પરમાર રામનગર સોસાયટી ભરૂચનાં હોય પોલીસ મથકે પોતાના ઘરમાંથી દાગીનાની ચોરી થી હોવા મામલે અરજી કરી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતા 7 એપ્રિલ, 2025 ના રોજ ફરિયાદી ઘરે એકલા હતા અને બેંકમાં નવું લોકર ખોલાવવાનું હોવાથી સોના-ચાંદીનાં દાગીના ઘરમાં સેટી પલંગની અંદર રાખેલા લોકરમાં મૂક્યા હતા. જો કે, આ લોકરનું લોક બગડી ગયેલું હતું. દરમિયાન, ફરિયાદી ભાનુબેન પરમાર પોતાનો સેટી પલંગ ખોલીને જોતા તેમાં રાખેલા દાગીના ન હોવાના કારણે ચોરી અંગેની અરજી આપી હતી અને દાગીના ફરિયાદીના દીકરા ધ્રૂવ પરમારે જ લીધા હોય તેવા આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો - Ahmedabad : વટવામાં યુવકની છરી મારી હત્યા, મહિલા સહિત 4 આરોપીની ધરપકડ
માતાને દીકરા પર શંકા જતાં ફરિયાદ નોંધાવી, પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો
આ મામલે સમગ્ર તપાસ કરવામાં આવતા ધ્રૂવ પરમારે પોતાની જ માતાનાં સોનાનાં દાગીના નજીકના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા રમીલાબેનને પ્રથમ સોનાની વીંટી આપી, જેથી રમીલાબેને ધ્રૂવને કહ્યું હતું કે, તું એક એક વસ્તુ લાવે છે તેમાં પકડાઈ જશે, એક સાથે બધું લઈ આવ તેમ કહેતા ધ્રૂવ પરમારે પોતાની માતાનાં દાગીનામાં સોનાની માળા એક 17 ગ્રામ, સોનાની વીંટી નંગ એક ચાર ગ્રામ, સોનાની બુટ્ટી જોડ ત્રણ 6 ગ્રામ, સોનાની લટકણ વાળી બુટ્ટી બે જોડ સાત ગ્રામ, ચાંદીનાં સાંકડા, ચાંદીનું બિસ્કીટ સહિત કુલ રૂપિયા 7,01,000 ના દાગીના રમીલાબેન મોહનભાઈ પરમારને આપ્યા હતા. ફરિયાદીએ દીકરાને ચોરી માટે પ્રોત્સાહિત કરી સોના-ચાંદીના દાગીના ગીરવે મૂક્યા હોય જે અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ફરિયાદીના દીકરા ધ્રૂવ ગીરીશભાઈ પરમાર તથા રમીલાબેન પરમાર સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Road Accident : ડીસા અને પાટણમાં ગમખ્વાર અકસ્માત, દંપતી સહિત કુલ 3 નાં મોત