Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : અધધ...1 કરોડથી પણ વધુનાં સાઇબર ફ્રોડ કેસમાં 3 આરોપીની ધરપકડ

ભાવનગર સાઇબર ક્રાઈમની ટીમને મોટી સફળતા મળી છે. રૂ.1 કરોડથી વધુનાં સાયબર ફ્રોડ કેસનાં 3 આરોપીની ધરપકડ કરી છે. સોનામાં ઓનલાઈન ટ્રેડિંગ કરી નફાની લાલચ આપી આરોપીઓ લોકો સાથે ઠગાઈ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે તપાસ કરાશે. આગળની તપાસમાં મોટા ખુલાસા થવાની વકી છે.
bhavnagar   અધધ   1 કરોડથી પણ વધુનાં સાઇબર ફ્રોડ કેસમાં 3 આરોપીની ધરપકડ
Advertisement
  1. Bhavnagar સાઇબર ક્રાઈમની ટીમને મળી મોટી સફળતા
  2. રૂ.1 કરોડથી વધુનાં સાઇબર ફ્રોડ કેસનાં 3 આરોપી ઝડપાયા
  3. સોનામાં ઓનલાઈન ટ્રેડિંગ કરી નફાની લાલચ આપી ઠગાઈ કરતા હોવાનો ખુલાસો
  4. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા

Bhavnagar : ભાવનગર સાઇબર ક્રાઈમની ટીમને મોટી સફળતા મળી છે. રૂ.1 કરોડથી વધુનાં સાયબર ફ્રોડ કેસનાં (Cyber Fraud Case) 3 આરોપીની ધરપકડ કરી છે. સોનામાં ઓનલાઈન ટ્રેડિંગ કરી નફાની લાલચ આપી આરોપીઓ લોકો સાથે ઠગાઈ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે તપાસ કરાશે. આગળની તપાસમાં મોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Rajkot : જસદણ BJP માં આંતરિક જૂથવાદ! મહિલા મોરચા અગ્રણીની પોસ્ટ વાઇરલ થતાં અનેક તર્ક-વિતર્ક

Advertisement
Advertisement

Advertisement

Bhavnagar માં રૂ.1 કરોડથી વધુનાં સાઇબર ફ્રોડ કેસનાં 3 ઝડપાયા

ભાવનગર સાઇબર ક્રાઈમની ટીમે (Bhavnagar Cyber ​​Crime Team) મોટી કાર્યવાહી કરી કરોડો રૂપિયાનાં સાઇબર ફ્રોડ કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સાઇબર ક્રાઇમની ટીમે સઘન કાર્યવાહી કરી રૂ.1 કરોડથી પણ વધુના સાઇબર ફ્રોડ કેસમાં આણંદનાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સોનામાં ઓનલાઈન ટ્રેડિંગ (Online Gold Trading) કરી સારા નફાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતા હોવાનું આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું છે. ભાવનગરનાં એક વ્યક્તિને સોનામાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી 1,10,50,000 ની ઠગાઈ કરવામાં આવતા ફરિયાદ થઈ હતી.

આ પણ વાંચો - Harsh Sanghvi : ભારત-પાકિસ્તાન સરહદના ગ્રામ્ય વિસ્તારોની DYCM હર્ષભાઈ સંઘવી કરશે મુલાકાત

પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા

માહિતી અનુસાર, સાઇબર ક્રાઇમ (Cyber ​​Crime) દ્વારા ઝડપાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગ કરાઈ હતી. કોર્ટે આરોપીઓનાં 2 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ કેટલા શખ્સો આ કેસમાં સંડોવાયેલા તે દિશામાં પોલીસ તપાસ કરશે. પોલીસની તપાસમાં મસમોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Bharuch : શુકલતીર્થ કાર્તિકી પૂર્ણિમાનો મેળો, 45 જેટલી રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ ન મળતા મજા બગડી!

Tags :
Advertisement

.

×