Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : 7 વર્ષ જૂની અદાવતમાં પોલીસ પુત્રની હત્યા! પહેલા રેકી કરી, પછી પ્લાન બનાવી કાસળ કાઢ્યું!

ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કેવી રીતે સરાજાહેર હત્યાને અંજામ અપાયો? તેનું પંચનામું કર્યું હતું.
bhavnagar   7 વર્ષ જૂની અદાવતમાં પોલીસ પુત્રની હત્યા  પહેલા રેકી કરી  પછી પ્લાન બનાવી કાસળ કાઢ્યું
Advertisement
  1. Bhavnagar માં પોલીસ પુત્રની હત્યાનો ઉકેલાયો ભેદ!
  2. ત્રણ ભાઈએ ભેગા મળી પોલીસ પુત્રની કરી હત્યા!
  3. સરાજાહેર છરીનાં ઘા ઝીંકી ઉતાર્યો હતો મોતને ઘાટ!
  4. 3 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન!

Bhavnagar : ભાવનગરનાં સુભાષનગર વિસ્તારમાં (Subhashnagar) ત્રણ-દિવસ પહેલા કેવલ વાઘોશી નામના યુવકની સરાજાહેર હત્યા કરાઈ હતી. 28 વર્ષીય દીકરાની હત્યાને લઈ ASI એ ઘોઘારોડ પોલીસ સ્ટેશનનાં (Ghogharod Police Station) ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે ઘોઘારોડ પોલીસે કેવલની હત્યામાં સામેલ અર્જુન સાટીયા, ભરત સાટીયા અને ભાર્ગવ સાટીયાની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કેવી રીતે સરાજાહેર હત્યાને અંજામ અપાયો? તેનું પંચનામું કર્યું હતું. દરમિયાન, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચારેબાજુ પોલીસનો કાફલો તૈનાત કર્યો હતો. દોરડા વડે કોર્ડન કરીને 3 આરોપીઓને ઘટનાસ્થળે લવાયા હતા.

આ પણ વાંચો - VADODARA : SOG એ 6 માસમાં NDPS ના 15 ગુના નોંધ્યા, રૂ. 1.54 કરોડનો મુદ્દામાલ જપ્ત

Advertisement

ભાવનગરનાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન વાઘોશીનાં 28 વર્ષીય દીકરા કેવલ વાઘોશીની (Keval Vaghoshi Case) બે દિવસ પહેલા સરાજાહેર હત્યા કરવામાં આવી હતી, જે અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં માહિતી મળતા ASI રેખાબેન તેમની ટીમ સાથે ઘટનાસ્થળે આવ્યા હતા. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ પડી હતી. તેની પર સફેદ કપડું ઓઢાડેલું હતું. મૃતક યુવકની ઓળખ માટે ASI રેખાબેને જ્યારે લાશ પરથી કપડું હટાવ્યું અને ચહેરો જોયો તો તેમનું દિલ એક ધબકારો ચૂકી ગયું. કારણ કે, લોહીલુહાણ હાલતમાં પડેલી લાશ અન્ય કોઈની નહીં પણ તેમના જ દીકરા કેવલની હતી.

Advertisement

બદલો લેવા ASI પુત્રની હત્યા કરી, હત્યા પહેલા કેટલાક દિવસ રેકી પણ કરી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, વર્ષ 2018 માં મૃતક કેવલ અને કરશન ઊર્ફે ભાણો સાટિયા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં કરશનને ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. આ કેસમાં કેવલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. છેલ્લા અઢી વર્ષથી કેવલ જામીન પર મુક્ત હતો. બીજી તરફ, કરશનનાં ભાઈઓ અર્જુન, ભરત અને ભાર્ગવનાં મનમાં બદલાની આગ સળગતી હતી. ત્રણેય ભાઈ કરશનના મોતનો બદલો લેવા કેવલની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. એ માટે છેલ્લા કેટલાક દિવસથી કેવલ ક્યાં જાય છે ? અને કેટલા વાગ્યે નીકળે છે ? એ તમામ બાબતોની રેકી કરી. ત્યારબાદ, સરાજાહેર છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો.

આ પણ વાંચો - VADODARA : સોના-ચાંદીની વસ્તુ વેચવાની ફિરાકમાં ફરતા તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

કેવી રીતે આપ્યો ખૂની ખેલને અંજામ?

પોલીસનાં (Bhavnagar) કહેવા મુજબ, ઘટનાનાં દિવસે કેવલ (Keval Vaghoshi Case) તેના મિત્ર સાથે ઊભો હતો. ત્યારે, આ ખૌફનાક ખેલ ખેલાયો હતો. કેવલ મિત્ર દિવ્યેશ બારૈયા સાથે બાઇક લઈ સર્વિસ સેન્ટર પાસે ઊભો હતો. એ સમયે ભાર્ગવ અને ભરત ટૂ-વ્હીલર પર આવ્યા હતા. તેમણે કેવલને પકડી રાખ્યો. ત્યારબાદ, કેવલનાં ગળા અને પેટનાં ભાગે છરીના ઘા માર્યા. થોડા સમય પછી અર્જુન સાટિયા પણ ત્યાં આવ્યો અને તેણે પણ કેવલને ઉપરા-છાપરી છરીનાં ઘા માર્યા. આ હુમલામાં કેવલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કેવલનું કતલ કરી આરોપીઓ ભાગી ગયા હતા.

કતલની આ કહાનીનું કેન્દ્ર બદલો!

કતલની આ કહાનીનું કેન્દ્ર બદલો છે. 7 વર્ષ અગાઉ કેવલે કરેલી હત્યાની સજા કોર્ટે ભલે ફટકારી દીધી હતી. પરંતુ, કરશનનાં ભાઈઓ હત્યાનાં બદલામાં હત્યાની સજા આપવા માંગતા હતા અને ફિલ્મમાં જોવા મળે છે એ રીતે ભલભલાનાં કાળજા કંપી જાય તેમ કેવલનું કાસળ કાઢી નાંખવામાં આવ્યું. પોલીસ પુત્રની સરાજાહેર થયેલી આ હત્યાની ઘટના હાલ ભાવનગર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

અહેવાલ : કૃણાલ બારડ, ભાવનગર

આ પણ વાંચો - Ahmedabad : અમરદીપ હોસ્પિટલમાં બાળકનું મોત, ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આરોપ

Tags :
Advertisement

.

×