Bhavnagar: સનેસ પોલીસની મોટી કાર્યવાહી, કોડીનયુક્ત કફ સિરપનો મોટી માત્રામાં જથ્થો પકડ્યો
ભાવનગરના સનેસ નજીક નિરમા ચોકડી પાસેથી પોલીસે રત્ન કલાકાર શંભુભાઈ ચુડાસમાને 240 કોડીનયુક્ત કફ સિરપની બોટલો સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્કૂટર સહિત 1,07,520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં નાગજીભાઈ ચુડાસમાનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ નશાના આ નેટવર્કને તોડવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
Advertisement
Bhavnagar: ભાવનગર જિલ્લાના સનેસ (Sanes) વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સનેસ નજીક આવેલી નિરમા ચોકડી (Nirma Chokdi) પાસેથી પોલીસે કફ સિરપના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

