Surat: પંચશીલ નગરમાં ડ્રગ્સ માફિયાના રેકેટ મામલે ચોંકાવનારો ખુલાસો
- Surat ના પંચશીલ નગરમાંથી ડ્રગ્સ રેકેટ મળી આવવાના મામલે મોટો ખુલાસો થયો
- શિવરાજ ઉર્ફે શિવા ભૂપેન્દ્ર સિંહ ઝાલાની પૂછપરછમાં ડ્રગ્સનું મુંબઇ ક્નકેશન
- આરોપીને પકડવા 27 પોલીસ કર્મચારીઓની ટીમ ચારે તરફથી ઘેરી વળી
Surat News: સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ પંચશીલ નગરમાંથી ડ્રગ્સ રેકેટ મળી આવવાના મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભુપેન્દ્ર ઝાલાનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. ભૂતકાળમાં આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. સલાબતપુરા પોલીસ ચોપડે મારામારીના 6, ઉમરા પોલીસ ચોપડે લૂંટ વિથ અપહરણ જ્યારે ખટોદરા પોલીસ ચોપડે હત્યાનો ગુન્હો નોંધાઈ ચૂક્યો છે. જે ગુન્હામાં ધરપકડ પણ અગાઉ થઈ ચૂકી છે.
આરોપી પોલીસ પર એસોર્ટ કરવામાં પણ પંકાયેલો
આરોપી પોલીસ પર એસોર્ટ કરવામાં પણ પંકાયેલો છે, આરોપીને પકડવા 27 પોલીસ કર્મચારીઓની ટીમ ચારે તરફથી ઘેરી વળી હતી. જ્યાં પોલીસની તપાસમાં 12 લાખનો એમડી ડ્રગ્સ, રોકડા 16 લાખ, બે પિસ્તોલ સહિત ચાર વોકી ટોકી મળી આવી છે. ડ્રગ્સ માફિયાએ પોતાના માણસોને વોકી ટોકી આપી રાખી હતી. તેમજ પોલીસ પર નજર રાખવા ઘરથી 500 મીટરના અંતરમાં 25 સીસીટીવી લગાડ્યા હતા. તથા ઘરમાં રહેલી 55 ઇંચના ટીવીથી લાઇવ ફીડ જોતો હતો. ડ્રગ્સ લેવા આવનાર "કપડે લેના હે"નો કોડવર્ડ વાપરતા જે બાદ ડ્રગ્સ સપ્લાય કરાતું હતુ. જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ત્રણ માળનો બંગલા ટાઈપ મકાન બાંધી ડ્રગ્સ માફિયા ડ્રગ્સનું રેકેટ ચલાવતો હતો.
Surat ના શિવરાજ ઉર્ફે શિવા ભૂપેન્દ્ર સિંહ ઝાલાની પૂછપરછમાં ડ્રગ્સનું મુંબઇ ક્નકેશન
શિવરાજ ઉર્ફે શિવા ભૂપેન્દ્ર સિંહ ઝાલાની પૂછપરછમાં ડ્રગ્સનું મુંબઇ ક્નકેશન બહાર આવ્યું છે. જેમાં ડ્રગ્સની ડિલિવરી મુંબઈ સ્થિત હોટેલ પર લેવામાં આવતી હતી. તથા આરોપી શિવરાજ ઉર્ફે શિવા જાતે પણ મુંબઈ ડ્રગ્સ લેવા જતો હતો. જ્યારે અન્ય કોઈ વખતે પોતાના સાગરીતો મારફતે ડ્રગ્સ મંગાવતો હતો. આરોપીના ઘરે સારા વિસ્તારના લોકો ડ્રગ્સની ડિલિવરી લેવા આવતા હતા. તેમજ પોલીસની તપાસમાં ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા લોકોના નામો બહાર આવવાની શક્યતા છે. તથા ડીસીપી રાજદીપ સિંહ નકુમનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે આરોપીના ત્યાંથી 118 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આરોપીને પકડવા SOG ના 20 માણસો 24 જેટલી બાઈક પર પહોંચ્યા હતા, આરોપીઓએ પોતાના રૂમમાં 55 ઇંચ નું ટીવી રાખ્યું હતું જેના પર 24 જેટલા સીસીટીવી કેમેરાની લાઇવ ફીડ જોવા મળતી હતી.
આ પણ વાંચો: Uttarkashi Ground Report: કાટમાળમાં દટાયેલા ઘરો, તૂટી પડેલા રસ્તાઓ અને ગુમ થયેલા લોકોની શોધ
આરોપી મુંબઈના વિનોદ વર્મા પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો
આરોપી મુંબઈના વિનોદ વર્મા પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો, જ્યારે Surat ના મોહસીન છત્રી અને ઇમરાન ગદ્દી આરોપી પાસેથી ડ્રગ્સની ડિલિવરી લઇ જતા હતો. આરોપી પાસેથી મળી આવેલ બે પિસ્તોલ સહિત 13 જીવતા કાર્તિઝ મુંબઈથી લાવ્યો હતો. તથા અન્ય ઇસમો સાથે આરોપીની દુશ્મનાવટ ચાલી આવી હોય પોતાની સુરક્ષા માટે આરોપી પિસ્તોલ રાખતો હતો. આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારના 15 ગુન્હા રજીસ્ટર છે. તથા આરોપીના ચાર ઇસમો પાસે વોકી ટોકી હતી, જ્યાં પોલીસની મૂવમેન્ટ દેખાઈ તો "કાંટી" નામનો કોડવર્ડ વોકી ટોકી પર ઉપયોગ કરતા હતા.
આ પણ વાંચો: Jetpur: મગફળી થઇ ગઇ ફુરર, ચોરી થઇ કે સગેવગે કરાઇ!