Jamnagar ના ખ્યાતનામ બિલ્ડરના મૃત્યુ કેસમાં 1 વર્ષ બાદ મોટો વળાંક, આકસ્મિક નહીં પરંતુ...!
Jamnagar ના બિલ્ડર મેરામણભાઈ પરમારના મૃત્યુ કેસમાં એક વર્ષ બાદ મોટો વળાંક આવ્યો છે. બહાર આવ્યું છે કે વ્યાજખોરોના કથિત ત્રાસ અને કરોડોની ઉઘરાણીને કારણે તેઓ આર્થિક સંકળામણમાં આવ્યા હતા. ગાંધીનગરમાં ઝેરી દવા પીધા બાદ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. હવે વાઢેર પરિવાર સહિત પટેલ બિલ્ડર પિતા-પુત્ર સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.
Advertisement
Jamnagar Builder Death Case: જામનગરના જાણીતા બિલ્ડર મેરામણભાઈ પરમારના મૃત્યુના મામલે એક વર્ષ બાદ ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં તેમનું મૃત્યુ આકસ્મિક હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે સમગ્ર મામલો આપઘાત અને દુષ્પ્રેરણા તરફ વળ્યો છે. બિલ્ડરના પરિવારજનો દ્વારા વ્યાજખોરો સામે ગંભીર આક્ષેપો સાથે ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

