ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bopal Firing Case : બોપલમાં ફાયરિંગ અને આપઘાતના ચકચારી કેસમાં 2 ઝડપાયા

મૃતક સહિત 3 લોકો સામે આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ કેસ દાખલ થયો છે. સાથે જ આપઘાત મામલે પણ પોલીસ તપાસ યથાવત છે.
11:17 PM Aug 07, 2025 IST | Vipul Sen
મૃતક સહિત 3 લોકો સામે આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ કેસ દાખલ થયો છે. સાથે જ આપઘાત મામલે પણ પોલીસ તપાસ યથાવત છે.
Bopal_Gujarat_first
  1. અમદાવાદના બોપલમાં ફાયરિંગ અને આપઘાતનો કેસ (Bopal Firing Case)
  2. આ કેસમાં ફરાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી
  3. બંને આરોપી પાસેથી મૃતક યુવકે રિવોલ્વર માંગી હતી
  4. આપઘાત કરી લેતા બંને રિવોલ્વર લઈને ફરાર થયા હતા
  5. મૃતક સહિત 3 લોકો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

Ahmedabad : અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ફાયરિંગ અને આપઘાત કેસમાં (Bopal Firing and Suicide Case) પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાસેથી મૃતક યુવકે રિવોલ્વર માગી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જો કે, યુવકે આપઘાત કરી લેતા બંને શખ્સ રિવોલ્વર લઈને નાસી છૂટ્યા હતા. મૃતક સહિત 3 લોકો સામે આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ કેસ દાખલ થયો છે. સાથે જ આપઘાત મામલે પણ પોલીસ તપાસ યથાવત છે.

પોલીસ પણ અસમંજસમાં હતી કે હત્યા કે આત્મહત્યા!

અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આવેલી શિવાલિક સોસાયટીમાં ફાયરિંગની ઘટના (Bopal Firing and Suicide Case) બની હતી. બાદમાં તપાસ કરતા પોલીસ પણ અસમંજસમાં હતી કે આ ઘટના હત્યા છે કે પછી આત્મહત્યા. કારણ કે ઘટના આત્મહત્યાની લગતી હતી પણ હથિયાર નહીં મળતા ઘટના હત્યા તરફ ઈશારો કરતી હતી. તેમાં પણ ઘટના બની તે અગાઉ બે શખ્સ મૃતકને મળવા આવ્યા હતાં જે ભાગી ગયા હતા. આ ઘટનામાં મૂળ રાજકોટનાં (Rajkot) રહેવાસી કલ્પેશ ટુડીયાની રૂમમાં લોહીથી લથપથ લાશ મળી આવી હતી. કલ્પેશ ટુડીયા શેર બજારનું કામ કરતા હતા અને શિવાલિક રો-હાઉસમાં પરિવાર સાથે ભાડે રહેતા હતા.

આ પણ વાંચો - Banaskantha : મિત્ર સાથે બાઇક પર ફરવા ગયેલા બનાસકાંઠાના યુવકની માઉન્ટ આબુમાં હત્યા

પોલીસને ફાયરિંગ બુલેટ અને તેનું કેસ મળ્યું પણ હથિયાર મળ્યું નહોતું

મંગળવારે મોડી રાતે કલ્પેશ ઘરે હતા ત્યારે ફાયરિંગની ઘટના બની. ઘરે હાજર દીકરીએ ફૂડ સ્ટોલમાં કામ કરતી માતાને આ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને તપાસ દરમિયાન કલ્પેશ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. ઘટના અગાઉ બે વ્યક્તિ તેને મળવા આવ્યા હતા તેની ઓળખ કરાઈ હતી. પોલીસને ઘટના સ્થળે ફાયરિંગ બુલેટ અને તેનું કેસ મળ્યા હતા પરંતુ, હથિયાર મળ્યું નહોતું. પોલીસને જાણવા મળ્યું હતું કે ઘટના પહેલા આવેલા બે લોકો મૃતક કલ્પેશ સાથે એક કલાક સુધી બેઠા હતા.

આ પણ વાંચો - Gandhinagar : મજૂરી કામ કરતા 3 યુવક સુઘડ નર્મદા કેનાલમાં ડૂબ્યા, 2 નાં મોત

પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી, વિવિધ દિશામાં તપાસ તેજ

આ દિશામાં વધુ તપાસ કરતા આજે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ બે આરોપી પાસેથી મૃતક કલ્પેશ ટુડીયાએ રિવોલ્વર માગી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જો કે, કલ્પેશ ટુડીયાએ (Kalpesh Tudia Case) આપઘાત કરી લેતા બંને યુવક રિવોલ્વર લઈને ફરાર થયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી મૃતક સહિત 3 લોકો સામે આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે અને આપઘાત મામલે પણ તપાસ તેજ કરી છે. સાથે જ સુસાઇડ નોટની હેન્ડ રાઇટિંગ ચેક કરાવવા માટે એક્સપર્ટની મદદ લેવાઈ રહી છે. મૃતક કલ્પેશ ટોડીયા શેર બજારમાં છેલ્લા 5-6 વર્ષથી કામ કરતા હતા, જેથી આર્થિક સંકડામણ અને દેવા અંગે તપાસ ચાલુ છે. સુસાઇડ નોટમાં લખેલા નામ અને તેના કરણ વિશે પણ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો - Liquor Theft : વડોદરા ગ્રામ્યમાં પોલીસે પહેલાં દારૂ ચોરી કર્યો અને પછી કેમ સળગાવી દીધો ?

Tags :
AhmedabadAhmedabad Crime NewsAhmedabad PoliceArms ActBopal Firing and Suicide CaseBopal Policegujaratfirst newsKalpesh Tudia CaseTop Gujarati News
Next Article