ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Botad : સગીરા સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે ફટકારી 20 વર્ષની કડક સજા

પીડિત સગીરાનાં પિતાએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી.
12:00 AM May 15, 2025 IST | Vipul Sen
પીડિત સગીરાનાં પિતાએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી.
Botad_gujarat_first
  1. પોકસો કેસમાં Botad સેશન્સ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
  2. કોર્ટે પોક્સોના આરોપીને 20 વર્ષની કડક સજા ફટકારી
  3. સગીરાને લલચાવી ભગાડી જઈને આચર્યું હતું દુષ્કર્મ
  4. સગીરાનાં પિતાએ બોટાદ પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ

બોટાદ સેશન્સ કોર્ટ (Botad Sessions Court) દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. પોક્સો હેઠળના આરોપીને કોર્ટે તમામ પુરાવાર અને દલીલોનાં આધારે દોષી ઠેરવીને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. આરોપીએ સગીરાને લલચાવી ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત સગીરાનાં પિતાએ બોટાદ પોલીસમાં (Botad Police) ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Surat : 'પાલિકામાં મોટા અધિકારીઓ સાથે આપણું સેટિંગ છે' કહી 30 લોકો સાથે 84 લાખની ઠગાઈ

સગીરાને લલચાવી ભગાડી જઈને આચર્યું હતું દુષ્કર્મ

કેસની વાત કરીએ તો બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનાં (Ranpur) ચંદરવા ગામે રહેતી સગીરાને આરોપી રાજેશ દેકાવડીયા 21 ઓગસ્ટ, 2023 નાં રોજ લલચાવી-ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગયો હતો. ત્યાર બાદ આરોપી રાજેશે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત સગીરાનાં પિતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી રાજેશ દેકાવડીયા સામે પોક્સો એક્ટ (POCSO) હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

Botad_gujarat_first 1

આ પણ વાંચો - Surat : 21 વેપારીઓ પાસેથી 8.20 કરોડનાં હીરા ખરીદ્યા, પછી કર્યું ઉઠામણું! એકની ધરપકડ

કોર્ટે પોક્સોના આરોપીને 20 વર્ષની કડક સજા ફટકારી

આ મામલે બોટાદ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં (Botad Sessions Court) કેસ ચાલી જતાં જજ જયેશકુમાર કે. પ્રજાપતિએ તમામ પુરાવા, સાક્ષી અને દલીલો બાદ આરોપી રાજેશ દેકાવડીયાને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. કોર્ટનાં આ મહત્ત્વપૂર્ણ ચુકાદા બાદ પીડિતાને ન્યાય મળ્યો છે. નોંધનીય છે, દુષ્કર્મ કેસમાં પીડિતોને ઝડપી ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે રાજ્ય સરકાર અને રાજ્ય પોલીસ કટિબદ્ધ છે.

આ પણ વાંચો - Bharuch : જાણો કેમ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને અચાનક દોડતા કર્યા?

Tags :
20 years of ImprisonmentBotad Crime NewsBotad PoliceBotad Sessions CourtGUJARAT FIRST NEWSPOCSORanpurTop Gujarati News
Next Article