Botad : શહેર ભાજપના પૂર્વ મહામંત્રીને જાનથી મારવાની ધમકી મળતા ચકચાર, નોંધાઈ ફરિયાદ
- Botad શહેર ભાજપનાં પૂર્વ મહામંત્રીને જાનથી મારવાની ધમકી
- જગદીશભાઈ ચૌહાણે ધમકી મળતા નોંધાવી પોલીસ ફરિયાદ
- પાળીયાદ ગામનાં કાળુભાઈ ઘોડકીયાએ ધમકી આપ્યાનો આક્ષેપ
- પૈસાની લેતી દેતી મુદ્દે કાળુભાઈ ઘોડકીયા સાથે થયો હતો ઝઘડો
Botad : બોટાદ શહેરમાં ભાજપનાં (BJP) પૂર્વ મહામંત્રીને જાનથી મારવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો ચાલતો હોવાથી ભાજપનાં પૂર્વ મહામંત્રી અને ડાયમંડ એસો.ના કારોબારી સભ્ય જગદીશભાઈ ચૌહાણને (Jagdishbhai Chauhan) જાનથી મારી નાખવાની ટેલિફોનિક ધમકી મળી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : અંગ ફેલ્યોરથી મૃત્યુની રાહ જોતા 4 લોકોને અંગદાન થકી જીવનદાન
જગદીશભાઈ ચૌહાણે ધમકી મળતા નોંધાવી પોલીસ ફરિયાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદ શહેર (Botad) ભાજપનાં પૂર્વ મહામંત્રી અને ડાયમંડ એસો.નાં કારોબારી સભ્ય જગદીશભાઈ ચૌહાણે (Jagdishbhai Chauhan) જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાળીયાદ ગામનાં કાળુભાઈ જયંતીભાઈ ઘોડકીયાએ (Kalubhai Ghodkiya) જગદીશભાઈ ચૌહાણને મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ થયો છે.
આ પણ વાંચો - દાહોદમાં આદિવાસી સમાજનો ઉગ્ર વિરોધ : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના પૂતળાનું દહન, ભીલ પ્રદેશ વિવાદે રાજકારણ ગરમાયું!
પૈસાની લેતી-દેતીમાં ધમકી આપી હોવાનો આરોપ, Botad પોલીસની કાર્યવાહી
પોલીસ ફરિયાદ મુજબ, જગદીશભાઈ ચૌહાણને પાળીયાદનાં કાળુભાઈ ઘોડકીયા સાથે પૈસાની લેતી-દેતી બાબતે ઝઘડો ચાલતો હોવાથી ફોન કરીને ધમકી આપી છે. મામલાની ગંભીરતા સમજીને બોટાદ પોલીસે (Botad Police) તાત્કાલિક કાર્યવાહી કરીને કાળુભાઈ ઘોડકીયા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 352, 351(3) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો - ganesh chaturthi: ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ,ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની માંગ ઓન ડિમાન્ડ