Botad : ઈંગોરાળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યુવકના મોતનું કારણ બની!
મૃતકના ભાઈએ 3 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
- ગઢડાનાં ઈંગોરાળા ગામે ચૂંટણી યુવકનાં મોતનું કારણ બની! (Botad)
- યુવા આગેવાને ફોર્મ ન ભરવા મળેલી ધમકી બાદ આપઘાત કર્યો
- યુવા આગેવાન અનિરુદ્ધભાઈ ખાચરે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
- ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું
- અનિરુદ્ધભાઈ સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાના હતા
બોટાદ જિલ્લાના (Botad) ગઢડાનાં ઈંગોરાળા ગામે ચૂંટણી એક યુવકના મોતનું કારણ બની છે. ઉમેદવારી ફોર્મ ન ભરવા માટે મળેલી ધમકી બાદ યુવા આગેવાને આપઘાત કર્યો હોવાના સમાચાર છે. યુવા આગેવાને ઝેરી દવા પી લેતા ભાવનગર હોસ્પિટલમાં (Bhavnagar Hospital) સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક યુવક ચૂંટણીમાં ફોર્મ ભરવાના હતા. મૃતકનાં ભાઈએ 3 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે (Dhasa Police) ત્રણેયની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

