ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : કોઇની બેદરકારી બની બાળકના મોતનું કારણ

બાળકનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો
11:27 AM Apr 01, 2025 IST | SANJAY
બાળકનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો
Child, WaterBottle, Rajkot, RailwayStation @ Gujarat First

Rajkot : રાજકોટમાં પાણીની બોટલ વાગતા બાળકનું મોત થયુ છે. જેમાં ટ્રેનમાંથી ફેંકાયેલી પાણી બોટલ બાળકને છાતીમાં વાગી હતી. શાપર વેરાવળ રેલવે સ્ટેશન પાસે બાળક રમતો હતો. તેમાં ચાલુ ટ્રેનમાંથી પાણી ભરેલી બોટલ બાળક સાથે અથડાઈ હતી. જેમાં બાદલ સંતોષસિંગ નામના બાળકનું મોત થયું છે. તેમજ બાળકનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે.

શહેરનો જાણો એક વધુ બનાવ

અગાઉ રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રમવા ગયેલો પાંચ વર્ષનો બાળક લાપત્તા બની ગયો હતો. શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહીં લાગતા પરિવારજનોએ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન શિતળાધાર તરફ એક ખાડામાંથી આ બાળકની લાશ મળી આવતા પોલીસે ફોરેન્સીક પી.એમ. કરાવી તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, કોઠારીયા સોલવન્ટમાં ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં રહેતા અને કારખાનામાં મજુરી કરતા મૂળ એમ.પી.નાં બાબુલાલ આહીરવારનો પાંચ વર્ષનો પુત્ર વિક્રમ બપોરે ઘરેથી શેરીમાં રમવા ગયા બાદ લાપત્તા બની ગયો હતો.

પરિવારજનોએ શોધખોળ કરવા છતા કોઈ પત્તો નહી લાગતા પોલીસમાં જાણ કરી

જેથી પરિવારજનોએ શોધખોળ કરવા છતા કોઈ પત્તો નહી લાગતા પોલીસમાં જાણ કરી હતી. આજી ડેમ પોલીસે આ અંગે અપહરણનો ગુનો દાખલ કરી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન શિતળાધાર નજીક એક ખાડામાંથી વિક્રમની લાશ મળી આવતા આજી ડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી ફોરેન્સીક પી.એમ. માટે મૃતદેહને સિવિલમાં ખસેડયો હતો. પોલીસે જણાવ્યુ કે લાશ સંભવતઃ દોઢેક દિવસ પાણીમાં પડી રહી હોવાથી ફુલાઈ ગઈ છે. તે અકસ્માતે પાણીના ખાડામાં પડી જતા મૃત્યુ થયાનું લાગી રહ્યું છે. જોકે મોતનું ચોકકસ કારણ પી.એમ. રીપોર્ટ બાદ બહાર આવશે. મૃતક બે ભાઈમાં નાનો હતો. તે માનસિક અસ્વસ્થ હતા. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

આ પણ વાંચો: Gujarat : રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર

Tags :
childGujaratRailwaystationRAJKOTwaterbottle
Next Article