Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત-રાજસ્થાન સરહદેથી આદિવાસી બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ

5થી 10 લાખમાં શ્રીમંત પરિવારોને બાળકો વેચતા હતા. જેમાં ગુજરાત-રાજસ્થાન સરહદેથી આદિવાસી બાળકોની તસ્કરી કરવામાં આવતી
ગુજરાત રાજસ્થાન સરહદેથી આદિવાસી બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ
Advertisement
  • નવજાત બાળકોને ચોરીને દિલ્હીમાં વેચવામાં આવતા હતા
  • દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપી
  • ગેંગના ત્રણ સાગરિત ઝડપાયા, લીડર સરોજ હાલમાં ફરાર

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બાળકો ચોરીનું રેકેટ ઝડપાયું છે. જેમાં નવજાત બાળકોને ચોરીને દિલ્હીમાં વેચવામાં આવતા હતા. દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપી છે. ગેંગના ત્રણ સાગરિત ઝડપાયા છે તેમજ લીડર સરોજ હાલમાં ફરાર છે. પોલીસને માનવ તસ્કર ગેંગ પાસેથી એક નવજાત બાળક મળ્યું છે. અત્યાર સુધીમાં 30થી વધુ બાળકો વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

5થી 10 લાખમાં શ્રીમંત પરિવારોને બાળકો વેચતા

5થી 10 લાખમાં શ્રીમંત પરિવારોને બાળકો વેચતા હતા. જેમાં ગુજરાત-રાજસ્થાન સરહદેથી આદિવાસી બાળકોની તસ્કરી કરવામાં આવતી હતી. પાલી વિસ્તારમાં વધુ બાળકોને ચોર્યા હોવાનો પણ ખુલાસો થયો છે. અંજલી, યાસ્મીન અને જીતેન્દ્ર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં દિલ્હી-NCRના શ્રીમંત પરિવારોને બાળકો વેચતા હતા. દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે માનવ તસ્કરી કરતી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાંથી નવજાત બાળકોને લાવીને દિલ્હીના શ્રીમંત પરિવારોને વેચતા હોવાનો પર્દાફાશ થયો છે.

Advertisement

ખાસ કરીને આદિવાસી સમુદાયના બાળકોને નિશાન બનાવવામાં આવ્યા

5થી 10 લાખ રૂપિયામાં નવજાત બાળકોનો સોદો કરવામાં આવતો હતો. પોલીસે અંજલી, યાસ્મીન અને જીતેન્દ્ર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી એક 4 દિવસનું નવજાત બાળક પણ મળી આવ્યું છે. તપાસમાં માનવ તસ્કરી ગેંગ લીડર સરોજ નામની મહિલાનું નામ સામે આવ્યું છે. પોલીસે બાળમાનવની તસ્કરી કરતી ગેંગના અન્ય સાગરિતો અને બાળકો ખરીદનારા માતા-પિતા સહિતના આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

આ ગેંગ દિલ્હી-એનસીઆરના શ્રીમંત પરિવારોને 30 થી વધુ બાળકોને વેચી ચૂકી છે

પોલીસ તપાસમાં જે બાબતો પ્રકાશમાં આવી છે તે વધુ ચોંકાવનારી છે. જેમાં અત્યાર સુધીમાં આ ગેંગ દિલ્હી-એનસીઆરના શ્રીમંત પરિવારોને 30 થી વધુ બાળકોને વેચી ચૂકી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે સરોજના કહેવા પર તેઓ રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાંથી ગરીબ પરિવારોના બાળકોની ચોરી કરતા હતા. ખાસ કરીને આદિવાસી સમુદાયના બાળકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન, પોરબંદરના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત

Tags :
Advertisement

.

×