ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cyber ​​Slavery International Scam: ગુજરાતના યુવાનોને ડિજિટલ ગુલામ બનાવવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપાયું

Cyber ​​Slavery International Scam: આ રેકેટમાં ભારતભરમાંથી 40થી વધુ યુવકોને નિશાન બનાવવામાં આવ્યા
11:20 AM Sep 03, 2025 IST | SANJAY
Cyber ​​Slavery International Scam: આ રેકેટમાં ભારતભરમાંથી 40થી વધુ યુવકોને નિશાન બનાવવામાં આવ્યા
Cyber ​​Slavery, International Scam, Gujarat, Digital slaves, IB, Surat, Ahmedabad Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Cyber ​​Slavery International Scam: સુરતમાં સાયબર સ્લેવરી આંતરરાષ્ટ્રીય કૌભાંડ મામલે સેન્ટ્રલ IBએ ત્રણેય આરોપીની મેરેથોન પૂછપરછ કરી છે. જેમાં માસ્ટર માઇન્ડ નિરવ ચૌધરીના હાથ નીચે પ્રિત અને પ્રિતની સૂચના મુજબ આશિષ ઊંચા પગારે લોકોને થાઇલેન્ડ-મ્યાનમાર મોકલી આપતો હતો. તેમજ સાયબર સેલ ત્રણેય આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી રહી છે. જેમાં ઇન્ટરનેશનલ લેવલના આ રેકેટને પગલે કેન્દ્રીય એજન્સીઓ પણ હરકતમાં આવી છે.

સેન્ટ્રલ આઇબીના અધિકારીઓએ ત્રણેય આરોપીઓનું મેરેથોન ઇન્ટ્રોગેશન કર્યું

સેન્ટ્રલ આઇબીના અધિકારીઓએ ત્રણેય આરોપીઓનું મેરેથોન ઇન્ટ્રોગેશન કર્યું છે. આગામી દિવસોમાં અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઇ તેવી વકી છે. ક્રાઈમ બ્રાન્ચે એક એવા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે ભારતીય યુવાનોને ડિજિટલ ગુલામ બનાવી રહ્યું હતું. આ મામલે સુરત અને પંજાબથી કુલ ત્રણ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.

Cyber ​​Slavery International Scam: મ્યાનમાર અને કંબોડિયામાં ગોંધી રાખી ઓનલાઈન છેતરપિંડીના કૌભાંડમાં ફસાવતા

સુરત, ગુજરાતનું એક વ્યસ્ત શહેર, તાજેતરમાં એક ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટના પર્દાફાશના કેન્દ્રમાં આવ્યું છે. સુરત સાયબર સેલની ઝીણવટભરી તપાસે એક એવા ગુનાહિત નેટવર્કનો ખુલાસો કર્યો, જે નિર્દોષ યુવકોને થાઈલેન્ડમાં આકર્ષક નોકરીઓની લાલચ આપી, તેમને મ્યાનમાર અને કંબોડિયામાં ગોંધી રાખી ઓનલાઈન છેતરપિંડીના કૌભાંડમાં ફસાવતું હતું.

આ રેકેટમાં ભારતભરમાંથી 40થી વધુ યુવકોને નિશાન બનાવવામાં આવ્યા

આ રેકેટમાં ભારતભરમાંથી 40થી વધુ યુવકોને નિશાન બનાવવામાં આવ્યા, જેમાંથી સુરત અને વડોદરાના 12 યુવકોનો સમાવેશ થાય છે. આરોપીઓ યુવકોને કોમ્પ્યૂટર વર્કની નોકરીનું વચન આપી થાઈલેન્ડ મોકલવાની લાલચ આપતા, પરંતુ તેમને નદી મારફતે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર લઈ જવામાં આવતા. ત્યાં તેમને ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓમાં ફસાવવામાં આવતા હતા. સુરત સાયબર સેલે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પંજાબના નીપેન્દર ચૌધરી સહિત ત્રણ આરોપીઓ, સુરતના આશિષ અને પંજાબના પ્રીતની ધરપકડ કરી. બે મોબાઈલ નંબરો અને વોટ્સએપ ચેટના આધારે આ રેકેટનો ખુલાસો થયો. આ ઘટનાએ સાયબર ગુનાઓ સામે જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સુરત પોલીસે નાગરિકોને વિદેશમાં નોકરીની આકર્ષક ઓફરો સામે સાવચેત રહેવા અને તેની ચકાસણી કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad Seventh Day School માં વિદ્યાર્થીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો

Tags :
Ahmedabad Gujaratcyber slaveryDigital slavesGujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsIBINTERNATIONAL SCAMSuratTop Gujarati News
Next Article