Dahod : ગરબાડામાં બાઇક ચોરી કરી તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની ગેંગનાં 4 ઝડપાયા
દાહોદના ગરબાડા તાલુકામાં અનેકવાર બાઈક ચોરીની ઘટના બની છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પરંતુ, આ બાઈકોની ચોરી કરનાર તસ્કરો મધ્યપ્રદેશનાં હોવાના કારણે અનેકવાર પોલીસ તસ્કરોને શોધવામાં લોઢાના ચણા ચાખવાનો વારો આવ્યો હતો. પરંતુ, પોલીસે સઘન તપાસ કરી બાઇકો ચોરી કરનારા તસ્કરોને ઝડપી પાડ્યા છે અને કુલ રૂ.1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે.
Advertisement
- Dahod નાં ગરબાડામાં બાઇક ચોરી કરતી ગેંગનાં 4 ઝડપાયા
- મધ્યપ્રદેશનાં 4 આરોપીની ગરબાડા પોલીસે ધરપકડ કરી
- રાતનાં સમયે રેકી કરી બાઇકોની ચોરી કરી ફરાર થઈ જતા હતા
- બાઇકો ચોરી કરવાની ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા
Dahod : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં (Garbada) અનેકવાર બાઈક ચોરીની ઘટના બની છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ ઘણીવાર સામે આવ્યા છે. પરંતુ, આ બાઈકોની ચોરી કરનાર તસ્કરો ગુજરાતને અડીને આવેલ મધ્યપ્રદેશનાં હોવાના કારણે અનેકવાર પોલીસ આ બાઈક તસ્કરોને શોધવામાં લોઢાના ચણા ચાખવાનો વારો આવ્યો હતો. પરંતુ, પોલીસે સઘન તપાસ કરી બાઇકો ચોરી કરનારા તસ્કરોને ઝડપી પાડ્યા છે. પોલીસે (Garbada Police) ચોરી કરેલી 3 બાઇક, મોબાઇલ સહિત કુલ 1 લાખ 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

