Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : લીમડીનગરમાં ગુમ થયેલ 12 વર્ષીય બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

ગામનાં તમામ CCTV બંધ હોવાથી બાળકને શોધવામાં વિલંભ થયો. બીજી તરફ સરકાર દ્વારા લગાવેલા CCTV માત્ર શોભાનાં ગાંઠિયા સાબિત થયા છે.
dahod   લીમડીનગરમાં ગુમ થયેલ 12 વર્ષીય બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
Advertisement
  1. Dahod નાં લીમડીનગરમાં ગુમ થયેલ બાળક મૃત અવસ્થામાં મળ્યું
  2. ગતરોજ બપોરનાં સમયે બાળક ગુમ થયું હતું
  3. બપોરનાં સમયે બાળકનો મૃતદેહ ખાનગી પ્લોટમાંથી મળ્યો
  4. પ્લોટમાં પડી રહેલ નોન યુઝ કારમાંથી મૃતદેહ મળી આવતા અનેક સવાલ

દાહોદ જિલ્લાનાં (Dahod) લીમડીનગરમાંથી હચમચાવે એવી ઘટના સામે આવી છે. ગતરોજ ગુમ થયેલ 12 વર્ષીય બાળકનો આજે શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. ખાનગી પ્લોટમાં નોન યુઝ કારમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા અનેક સવાલ ઊભા થયા છે. ગામનાં તમામ CCTV બંધ હોવાથી બાળકને શોધવામાં વિલંભ થયો. જ્યારે, બીજી તરફ સરકાર દ્વારા લગાવેલા CCTV માત્ર શોભાનાં ગાંઠિયા સાબિત થયા છે. બાળકનું મૃત્યુ કયાં કારણોસર થયું ? હત્યા છે કે પછી આકસ્મિક મોત સહિતની દિશામાં સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Vadodra: સાવલીમાં ઓવર લોડ ડમ્પરની અડફેટે શ્રમજીવી યુવકનું મોત

Advertisement

ગતરોજ બપોરનાં સમયે બાળક ગુમ થયું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાનાં (Dahod) લીમડીનગરમાં રહેતો 12 વર્ષીય હર્ષ સોની ગતરોજ બપોરનાં સમયેથી ગુમ હતો. આ મામલે, પરિવારે પોલીસને જાણ કરતા બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી. જો કે, ગામનાં તમામ CCTV અને સરકાર દ્વારા લગાવેલા CCTV બંધ હાલતમાં હોવાથી બાળકની કોઈ ભાળ મળી નહોતી અને બાળકને શોધવામાં વિલંભ થયો હતો. દરમિયાન, એક ખાનગી પ્લોટમાં પાર્ક નોન યુઝ કારમાં એક બાળકોનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી.

Advertisement

આ પણ વાંચો - Chandola Lake Demolition : દબાણો દૂર કર્યા બાદ ચંડોળા તળાવને લઈ વિશેષ આયોજન

ખાનગી પ્લોટમાં પાર્ક નોન યુઝ કારમાં બાળકનો મૃતદેહ મળ્યો

DYSP સહિત પોલીસની ટીમ ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા મૃતદેહ 12 વર્ષીય હર્ષ સોનીનો હોવાનો ખુલાસો થયો હતો. બાળકનું મોત કયાં સંજોગોમાં થયું તે દિશામાં પોલીસ (Dahod Police) તપાસ હાથ ધરી છે. બાળકની હત્યા થઈ છે કે પછી આક્સમિક મોત નીપજ્યું છે તે જાણવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. બાળકનાં મૃત્યુનું કારણ હાલ અકબંધ છે. આશાસ્પદ બાળકનાં મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad : ફરી એકવાર એરપોર્ટ પરથી ઝડપાયો કરોડોનો હાઇડ્રોપોનિક ગાંજો, 3 ઝબ્બે

Tags :
Advertisement

.

×