DAHOD : રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડના પુત્રની ધરકપડ, કૌભાંડ નડ્યું
- રાજ્ય સરકારના મંત્રીના પુત્ર સહિત અન્યની ધરપકડ
- મનરેગા કૌભાંડના છાંટા ઉડતા મોટી કાર્યવાહી
- આગામી સમયમાં તપાસનો રેલો અનેકના નીચે સુધી આવી શકે છે
DAHOD : દાહોદ (DAHOD) ના ચકચારી મનરેગા કૌભાંડ (MGNREGA SCAM) માં રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડ (GUJARAT GOVT MINISTER BACHU KHABAD) ના પુત્ર બળવંત ખાબડ ની ધરપકડ (BALVANT KHABAD ARREST) કરવામાં આવી છે. મનરેગા અંતર્ગત રૂ. 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. તે પૈકી એક એજન્સી બળવંત ખાવડની હોવાનું મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ તત્કાલિન ટીડીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલાના મૂળ સુધી તપાસ કરતા મોટા ખુલાસા થવાની શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી.
કેટેગરીમાં ના આવતી હોય તેવી એજન્સીઓને પણ નાણાં ચૂકવ્યા
તાજેતરમાં દાહોદમાં ચકચાકી કિસ્સો સામે આવ્યો હતો. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી દ્રારા ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકા પંચાયત હસ્તક મનરેગા યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અુસાર, મનરેગા યોજના હેઠળ માટી મેટલ રોડ, સીસી રોડ, ચેકવોલ જેવા કામો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી L - 1 કેટેગરીમાં આવતી એજન્સીઓને કામ આપવાનું હતું. કામ સોંપાયા બાદ સ્થળ તપાસમાં સામે આવ્યું કે, મંજૂર થયેલા અને નાણાં ચૂકવેલ કામો કરતાં ઓછું કામ થયું છે. તેમજ L - 1 કેટેગરીમાં ના આવતી હોય તેવી એજન્સીઓને પણ નાણાં ચૂકવ્યા હોવાનું ખુલ્યું હતું.
ફરિયાદ બાદ તપાસ તેજ કરાઇ
જે બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને જવાબદાર એજન્સીના સંચાલકો વિરુદ્ધ ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકા પંચાયતમાં રૂ. 71 કરોડના કામ કરનારા બેજવાબદારો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આમાં રાજ્ય સરકારના મંત્રી અને દેવગઢબારીયાના ધારાસભ્ય બચુભાઇ ખાબડના પુત્રોની સંડોવણી ખુલી હતી. તેમના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામ ઉછળ્યા હતા. જે મામલે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આજે મંત્રી પુત્ર બળવંબ ખાબડની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં વધુ લોકોની ધરપકડ થાય તો નવાઇ નહીં.
આ પણ વાંચો --- VADODARA : સ્માર્ટ વીજ મીટરના વિરોધ બાદ કર્મીઓએ ચાલતી પકડી