Dahod : ગરબાડા તાલુકામાં દેશી બનાવટની પિસ્તોલ સાથે એકની ધરપકડ
- Dahod માં પોલીસે હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી
- ગરબાડાનાં માતવા ગામમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો
- LCB પોલીસે શખ્સની ધરપકડ કરી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી
Dahod : દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે, મધ્યપ્રદેશ તેમ જ રાજસ્થાન બોર્ડર પરથી પ્રવેશતા અને છુપા માર્ગો થકી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા દાહોદ એલસીબી પોલીસે (Dahod LCB Police) કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશ હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીનાં આધારે દેશી બનાવટની પિસ્તોલ (Pistol) સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે રૂ. 20 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ જપ્ત કરી આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodara : ચમત્કારી તાંત્રિક વિધીના નામે એકના ડબલ કરતી ટોળકીનો પર્દાફાશ , ₹30 લાખ સાથે 7 ઝડપાયા
Dahod નાં માતવા ગામમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો
પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ એલસીબી પોલીસ (Dahod LCB Police) ઇન્સ્પેક્ટર એસ.એમ ગામેતીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. બારૈયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન દાહોદ એલસીબી ટીમને બાતમી મળતા પોલીસે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના બાવકા ગામે બાવકા-માતવા રોડ નજીક તળાવ પાસે વોચ ગોઠવી હતી . દરમિયાન, ગરબાડા તાલુકાનાં માતવા ગામનાં રહેવાસી બગુભાઈ મનુભાઈ પલાસને ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો - Patan : ધારપુરમાંથી નકલી ઘીની મોટી ફેક્ટરી ઝડપાઈ, LCB-SOG-ફૂડ વિભાગે લાખોનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે રૂ. 20 હજારની પિસ્તોલ જપ્ત કરી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો
આ કાર્યવાહી હેઠળ દાહોદ એલસીબી પોલીસે આરોપી પાસેથી રૂ. 20,000 ની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ કબ્જે કરી હતી અને આરોપી બગુભાઈ મનુભાઈ પલાસ સામે જેસાવાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને જેલનાં સળિયા પાછળ ધકેલી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : રાહુલ ગારી, દાહોદ
આ પણ વાંચો - Chhotaudepur : નકલમાં શ્રીમંત સરકારનાં નામે જમીન બોલતી હોવાથી વળતરને લઈ ખેડૂતો મૂંઝવણમાં!


