ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod : જાગૃત નાગરિકની સજાગતાથી ઇરાની ગેંગનાં બે રીઢા ગુનેગાર ઝડપાયા

એક જાગૃત નાગરિકને બે ઇસમે 'આટલું બધું સોનું પહેરીને કેમ બહાર ફરો છો' કહી અધિકારી જેઓ રુઆબ બતાવી ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.
12:01 AM May 14, 2025 IST | Vipul Sen
એક જાગૃત નાગરિકને બે ઇસમે 'આટલું બધું સોનું પહેરીને કેમ બહાર ફરો છો' કહી અધિકારી જેઓ રુઆબ બતાવી ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.
Dahod_Gujarat_first main
  1. Dahod માં જાગૃત નાગરિકની સજાગતાથી ઇરાની ગેંગનાં બે ઝડપાયા
  2. એક સામે 6 રાજ્યમાં લૂંટ, ધાડ, ચોરી, છેડતી જેવા 55 થી વધુ ગુના નોંધાયેલા
  3. બીજા આરોપી સામે અલગ અલગ રાજ્યોમાં 15 થી વધુ ગુના નોંધાયેલા
  4. દાહોદમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે એ પહેલા જ પોલીસે ઝડપી લીધા

Dahod : દાહોદ શહેરમાં લૂંટ, ધાડ, ચોરી જેવા ગુનાઓ છાસવારે બનતા હોય છે. ખાસ કરી મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો હોવાથી મધ્યપ્રદેશનાં ગુનેગારો દાહોદ જિલ્લામાં લૂંટ કે ચોરી જેવી ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતાં હોય છે, જેને પગલે દાહોદ પોલીસ આ પ્રકારનાં શંકાસ્પદ ઇસમોની વોચમાં રહેતી હોય છે. દરમિયાન, દાહોદનાં એક જાગૃત નાગરિકને બે અજાણ્યા ઇસમોએ રોકી 'આટલું બધું સોનું પહેરીને કેમ બહાર ફરો છો' કહી ઉચ્ચ અધિકારી જેઓ રુઆબ બતાવી ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેમણે ડર્યા વગર તેને સામે જવાબ આપી જતાં રહ્યા હતા અને પોલીસને આ બાબતની જાણ કરી હતી.

આ પણ વાંચો - Sabarkantha : ખોટા દસ્તાવેજ રજૂ કરી વર્ષોથી સરકારી નોકરી કરતા 3 ઝડપાયા, નોંધાઈ ફરિયાદ

એક સામે 6 રાજ્યમાં લૂંટ, ધાડ, ચોરી, છેડતી જેવા 55 થી વધુ ગુના નોંધાયેલા

દાહોદ બી ડિવિઝન પોલીસે (Dahod B Division Police) આ ઘટનાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ શહેરમાં શંકાસ્પદ હીલચાલનાં અણસાર આવતા પોલીસ સતર્ક બની હતી અને શહેરમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બે બાઈક પર બે ઇસમ શંકાસ્પદ લાગતાં પોલીસે પીછો કરી ફિલ્મી સ્ટાઈલમાં બાઈક પર આંતરી બંનેની અટકાયત કરી પૂછપરછ કરી હતી, જેમાં બંને બાઈક પણ ચોરીની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને ઇસમોની ઘનિષ્ટ પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા હતા, જેમાં ઝડપાયેલ મધ્યપ્રદેશના ઝુલ્ફીકાર ઈરાની પર ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, મધ્યપ્રદેશ અને ગુજરાત એમ 6 રાજ્યોમાં 55 થી વધુ લૂંટ, ધાડ, ચોરી, છેડતી જેવા ગુનાઓ નોધાયેલા છે.

આ પણ વાંચો - Chhotaudepur : 35 કરોડમાં તૈયાર થશે ભારજ નદીનો પુલ, સાંસદ જશુભાઈ રાઠવાએ કર્યું ખાતમુહૂર્ત

બીજા આરોપી સામે અલગ અલગ રાજ્યોમાં 15 થી વધુ ગુના નોંધાયેલા

જ્યારે બીજો મોહમ્મદ જાવેદ સૈયદ પર અલગ-અલગ રાજ્યોમાં 15 જેટલા આ પ્રકારનાં ગુના નોધાયેલા છે. બંન્ને ઈરાની ગેંગનાં સભ્યો હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય આ ગેંગનાં વધુ બે સાગરીતોના નામ પણ ખૂલ્યા છે, જેમની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ગેંગ દેશનાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ શહેરોમાં ફરી પોલીસ જેવો રોફ જમાવી પછી લૂંટ કરતા હતા. જો કે, દાહોદમાં કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા જ જાગૃત નાગરિકની સતર્કતાનાં કારણે પોલીસનાં હાથે બંને ઝડપાઇ જતાં પોલીસે (Dahod Police) રિમાન્ડની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : સાબિર ભાભોર, દાહોદ

આ પણ વાંચો - Gandhinagar : રાજ્ય સરકારના સચિવોના અતિથીના ભોજન ખર્ચમાં 150 ટકાનો વધારો

Tags :
AssaultDahodDahod Crime NewsDahod PoliceGujaratgujaratfirstnewsIrani GangMadhya PradeshMaharashtraMohammad Javed SyedRajasthanRobberytheftTop Gujarati NewUttar PradeshWest BengalZulfikar Irani
Next Article