ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડીજીપીનો આદેશ છતાં વિવાદિત ડાયરેક્ટ PIને એસપી Rohan Anand છાવરતા હતા, દારૂ ચોરીકાંડમાં કરાઈ કાર્યવાહી

વડોદરા ગ્રામ્યના તત્કાલીન SP Rohan Anand એ જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફને Liquor Theft ના મામલામાં બચાવવા તમામ પ્રયાસ કર્યા હતા.
03:21 PM Aug 31, 2025 IST | Bankim Patel
વડોદરા ગ્રામ્યના તત્કાલીન SP Rohan Anand એ જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફને Liquor Theft ના મામલામાં બચાવવા તમામ પ્રયાસ કર્યા હતા.
IPS_Rohan_Anand_SP_Vadiadar_Rural_still_in_discussion_after_being_transferred_Liquor_Theft_Case_Jarod_Police_Station_PI_M_R_Chaudhari_Gujarat_First

Rohan Anand : ગુજરાત રાજ્યમાં મુદ્દામાલમાંથી ચોરી પોલીસે ચોરી કરી હોવાના અનેક પ્રકરણ ભૂતકાળમાં સામે આવ્યાં છે. મહેસાણાનું કડી પોલીસ સ્ટેશન હોય કે અમદાવાદ ગ્રામ્યનું કણભા કે પછી વડોદરા ગ્રામ્યનું જરોદ પોલીસ સ્ટેશન આવા મામલાઓ ક્યારેક પોલીસ ચોપડે ચઢે છે તો ક્યારેક પિલ્લું વાળી દેવાય છે. વડોદરા ગ્રામ્યના તત્કાલીન SP Rohan Anand એ જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફને Liquor Theft ના મામલામાં બચાવવા તમામ પ્રયાસ કર્યા હતા. એસપી રોહન આનંદની બદલી થયા બાદ નવ નિયુક્ત એસપી સુશીલ અગ્રવાલે (Sushil Agrawal) પાંચ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ, જીઆરડીને રવાના કરી દેવાયો અને પીઆઈ ચૌધરીને લીવ રિર્ઝવમાં બેસાડી દીધા છે. એસપી રોહન આનંદ એક પોલીસ ઈન્સ્પેક્ટરને બચાવવા/છાવરવા એડી ચોટીનું જોર કેમ લગાવતા હતા ? તેનો જવાબ તો ખુદ એસપી જ આપી શકે તેમ છે.

તત્કાલીન એસપી Rohan Anand સમગ્ર મામલાથી વાકેફ હતા

ગત 4 ઑગસ્ટના રોજ જરોદ પીઆઈ એમ. આર. ચૌધરી (Mayur R Chaudhari PI) ને બાતમી મળે છે કે, આસોજ આઉટ પૉસ્ટ વિસ્તારમાંથી મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક કન્ટેનર દારૂ ભરીને પસાર થવાની છે. જેના આધારે ઝોર્ડની કંપનીની સામેના કટ પાસે સાંજે પોણા પાંચ કલાકે પોલીસ ટ્રક ઉભી રખાવી તેમાંથી 180 એમએલની 36 હજાર 48 નંગ બૉટલો (કિંમત 39.65 લાખ) કબજે કરે છે. આ મામલે કન્ટેનર ડ્રાઈવર અને કલીનરની પોલીસ ધરપકડ કરે છે. દરમિયાનમાં વાયરલ થયેલા એક વીડિયોમાં કથિત પોલીસ કર્મચારીઓ ટ્રકમાંથી મુદ્દામાલનો દારૂ ચોરી (Liquor Theft) કરી ખાનગી વાહનમાં લઈ જાય છે. આ મામલો મીડિયા અને ગાંધીનગર સુધી પહોંચતા એસપી Rohan Anand એ આરોપોની તપાસ એસસી/એસટી સેલના ડીવાયએસપી મિલન મોદી (Milan Modi DySP) ને સોંપી હતી. જરોદ પોલીસના ચોપડે નોંધાયેલો વિદેશી દારૂની હેરફેરનો કેસ ગ્રામ્ય એલસીબીને સોંપાયો હતો. જ્યારે ચોરી કરાયેલો મુદ્દામાલ પકડાઈ જવાના ડરથી સળગાવી દેવાયો હોવાનો એક વીડિયો સામે આવતા તેની જાણવા જોગ નોંધી તપાસ વાઘોડીયા પીઆઈને સોંપાવામાં આવી હતી.

Rohan Anand ને ડાયરેક્ટ પીઆઈ પર વિશેષ પ્રેમ હતો

વર્ષ 20213ની બેચના આઈપીએસ Rohan Anand ને એપ્રિલ-2022માં વડોદરા ગ્રામ્ય એસપી તરીકે નિમણૂક મળી હતી. ત્રણ વર્ષ દરમિયાન વડોદરા જિલ્લામાં અનેક વખત પોલીસ વિવાદમાં આવી અને આરોપો પણ લાગ્યા. Gujarat DGP Vikas Sahay એ ગ્રામ્ય એસપી રોહન આનંદને વર્ષ 2023માં આદેશ કર્યો હતો કે, ડાયરેક્ટ પીઆઈ મયુર ચૌધરીને મજુંસર પોલીસ સ્ટેશન ખાતેથી ખસેડી બિનસંવેદનશીલ સ્થાને ફરજ સોંપવી. જો કે, આ આદેશ બાદ એસપીએ કંટ્રોલ રૂમમાં ખસેડાયેલા પીઆઈ એમ. આર. ચૌધરીને વડુ પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક આપી. વડુ પોલીસ સ્ટેશનના કાર્યકાળ દરમિયાન Range IG ના નામે વહીવટ કરવા જતાં ચૌધરીને ફરીથી કંટ્રોલ રૂમમાં ખસેડી દેવાયા. એકાદ મહિના અગાઉ રોહન આનંદ ફરીથી DGPના હુકમને ઘોળીને પી ગયા અને PI M R Chaudhari ને જરોદ પીઆઈ બનાવી દીધા.

દારૂ ચોરીની તપાસ અને ભીતરની ચર્ચા

મુદ્દામાલમાંથી લાખો રૂપિયાનો દારૂ ચોરાયો અને બુટલેગરોને પોલીસે વેચી દીધો હોવાની જાણકારી તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે હતી. મામલો મીડિયામાં ચમકતા પોલીસે તપાસનું નાટક શરૂ કર્યું. જે પોલીસ કર્મચારીઓએ ચોરી કર્યા બાદ બુટલેગરોને વેચી માર્યો. ચકચારી મામલાની પોલીસ તપાસમાં બુટલેગરોના નિવેદન નોંધી શકાયા નથી. કારણ કે, બુટલેગરો ઘર છોડીને નાસી ગયા છે. બીજી તરફ સળગાવી દેવાયેલા દારૂના મામલામાં FSL રિપોર્ટ હજુ આવ્યો નથી. સમગ્ર મામલામાં ઢાંકપિછોડા કરનારા તત્કાલિન એસપી રોહન આનંદ હાલ ચર્ચામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓની આવનારી બદલીઓમાં તેમનું નામ નિશ્ચિત હતું અને એટલે જ તેઓ પીઆઈ મયુર આર. ચૌધરી તેમજ સ્ટાફને બચાવવા સતત પ્રયત્નશીલ રહ્યાં હતા.

આ પણ વાંચો: Gujarat ACB : કલેક્ટરના જાહેરનામાના નામે લાંચ લેનારો કૉન્સ્ટેબલ અને રોકડીબાજ ટિકિટ ચેકર પકડાયો

Tags :
Bankim PatelGujarat DGP Vikas SahayGujarat FirstLiquor TheftMilan Modi DySPPI M R ChaudhariRohan AnandSP Rohan AnandSushil Agrawal
Next Article