Dohod : હુમલો કરી ભાગવા જતા બિશ્નોઈ ગેંગનાં સાગરીત પર પોલીસનું સ્વબચાવમાં ફાયરિંગ
- બિશ્નોઈ ગેંગનાં સાગરીત અશોક બિશ્નોઈ પર ફાયરિંગ (Dohod)
- અશોક બિશ્નોઈએ પો. પર હુમલો કરી કસ્ટડીમાંથી ભાગવા જતા ફાયરિંગ
- સ્ટેટ મોનિટરિંગ સેલે આસામથી કરી હતી ધરપકડ
- ગાંધીનગર લાવતા દાહોદ પાસે ભાગવા જતા કર્યુ ફાયરિંગ
Dohod : સુરેન્દ્રનગર બાદ હવે રાજ્યમાં પોલીસ દ્વારા આરોપી પર ફાયરિંગની વધુ એક ઘટના સામે આવી છે. ગાંધીનગર (Gandhinagar) લાવતા દાહોદ પાસે ભાગવા જતા બિશ્નોઈ ગેંગનાં (Bishnoi Gang) સાગરીત અશોક બિશ્નોઈ (Ashok Bishnoi) પર પોલીસે ફાયરિંગ કર્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આસામથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ પર હુમલો કરી ભાગવા જતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યુ હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Surendranagar : આરોપીએ છરી વડે હુમલો કર્યો, પોલીસે સ્વબચાવમાં પગમાં ગોળી ધરબી
બિશ્નોઈ ગેંગના સાગરીત અશોક બિશ્નોઈ પર ફાયરિંગ | Gujarat First
અશોક બિશ્નોઈએ કસ્ટડીમાંથી ભાગવા જતા ફાયરિંગ
સ્ટેટ મોનિટરિંગ સેલે આસામથી કરી હતી ધરપકડ
ગાંધીનગર લાવતા દાહોદ પાસે ભાગવા જતા કર્યુ ફાયરિંગ
પોલીસ પર હુમલો કરી ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યુ#BishnoiGang #PoliceFiring… pic.twitter.com/eAX5MY5Yf4— Gujarat First (@GujaratFirst) December 30, 2025
અશોક બિશ્નોઈએ હુમલો કરી ભાગવા જતા પો. એ ફાયરિંગ કર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) આસામથી બિશ્નોઈ ગેંગનાં સાગરીત અશોક બિશ્નોઈની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. જો કે, આ દરમિયાન દાહોદ પાસે આરોપી અશોક બિશ્નોઈએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસ પર હુમલો કરીને ફરાર થવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો - Rajkot: 'તમારા દિકરાને DSP ની પરિક્ષામાં પાસ કરાવી દઈશ', નકલી IPS નીકળ્યો ફિલ્મ પ્રોડ્યુસર!
સ્વબચાવમાં પોલીસે આરોપીનાં પગમાં ગોળી મારી
જો કે, પોલીસે સ્વબચાવમાં કાર્યવાહી કરી આરોપી અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કર્યું હતું. આરોપીનાં પગમાં ગોળી વાગળા તે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. નોંધનીય છે કે, આ પહેલા આજે સુરેન્દ્રનગરમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. લીંબડી તાલુકાના (Limbdi) શિયાણી ગામે મારામારી તેમ જ તડીપારના ગુનાના આરોપી દેવરાજ ઊર્ફે બુલ બોરાણાને જ્યારે પોલીસ રિ-કન્સ્ટ્રકશનની કામગીરી માટે સાથે લઈ ગઈ ત્યારે આરોપીઓએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હતી. પોલીસે સ્વબચાવમાં આરોપીનાં પગમાં ગોળી મારી હતી.
આ પણ વાંચો - Gujarat Police એક્શન મોડમાં, બોર્ડરથી લઈને મહાનગરો સુધી બંદોબસ્ત!


