Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar : રોડ વચ્ચે બાઇક ઊભી રાખી લુખ્ખા તત્વે કાર સવાર પરિવાર પર કર્યો જીવલેણ હુમલો!

લીંબોડા ગામ નજીક કારમાં સવાર પરિવાર પર લુખ્ખા તત્વ કુહાડીથી હુમલો કર્યો અને કારનાં કાચ તોડી નાંખ્યા હતા.
surendranagar   રોડ વચ્ચે બાઇક ઊભી રાખી લુખ્ખા તત્વે કાર સવાર પરિવાર પર કર્યો જીવલેણ હુમલો
Advertisement
  1. Surendranagar ના સાયલામાં ખુલ્લેઆમ ગુંડાગર્દીનો વીડિયો!
  2. લીંબોડા ગામ નજીક કારમાં સવાર પરિવાર પર હુમલો!
  3. બાઈક પર આગળ જઇ રહેલા વ્યક્તિએ કર્યો હુમલો
  4. કારના કાચ તોડી નાખતા મોટા પાયે કારને નુકસાન
  5. કારચાલક અને કારમાં સવાર લોકો જીવ બચાવીને ભાગ્યા

સુરેન્દ્રનગરનાં (Surendranagar) સાયલામાંથી રૂંવાડા ઊભા કરે એવા જીવલેણ હુમલાનો વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં બાઇક સવાર એક શખ્સની ખુલ્લેઆમ ગુંડાગર્દી જોવા મળે છે. લીંબોડા (Limboda) ગામ નજીક કારમાં સવાર પરિવાર પર લુખ્ખા તત્વ કુહાડીથી હુમલો કર્યો અને કારનાં કાચ તોડી નાંખ્યા. જો કે, ચાલકે કાર રિવર્સ જીવ બચાવ્યો હતો. આ વીડિયો કેટલો જૂનો છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. આ વાઇરલ વીડિયો અંગે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ (Gujarat First News) કોઈ પુષ્ટિ કરતું નથી. પરંતુ, માહિતી મળી છે કે, આ મામલે પીડિત પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે અને જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાની વાત સામે આવી છે.

આ પણ વાંચો - Pabubha Manek : ભૂલકાંઓ સાથે MLA પબુભા માણેક પણ બન્યા બાળક! જુઓ Video

Advertisement

Advertisement

લીંબોડા ગામ નજીક કારમાં સવાર પરિવાર પર જીવલેણ હુમલોનાં વીડિયો વાઇરલ!

સોશિયલ મીડિયા પર કારમાં સવાર પરિવાર પર એક શખ્સ દ્વારા કુહાડીથી જીવલેણ હુમલાનો ધબકારા વધારે એવો વીડિયો વાઇરલ થયો છે. અહેવાલ અનુસાર, આ વાઇરલ વીડિયો (Viral Video) સુરેન્દ્રનગર જિલ્લાનાં (Surendranagar) સાયલા તાલુકાનાં (Sayla) લીંબોડા ગામ નજીકનો હોવાનું જાણવા મળ્યું છે. આ વાઇરલ વીડિયોમાં દેખાય છે કે બાઇક સવાર શખ્સ રોડ વચ્ચે બાઇક ઊભી રાખીને પાછળ આવતી એક કાર પર કુહાળીથી જીવલેણ હુમલો કરે છે. અસામાજિક તત્વ દ્વારા હુમલો કરીને કારનાં કાંચ તોડી નાંખવામાં આવી છે. જો કે, ચાલક કારને ખૂબ જ ઝડપથી રિવર્સ લઈ પરિવારનો જીવ બચાવે છે.

આ પણ વાંચો - રાજ્યભરમાં ફેલાયેલું ગન લાયસન્સ કૌભાંડ કોની-કોની લડાઈના કારણે Gujarat Police પાસે ખુલ્લું પડ્યું ?

જૂની અદાવત રાખી હુમલો કરાયો હોવાનો આરોપ

જો કે, આ વાઇરલ વીડિયો કેટલો જૂનો છે તે અંગે કોઈ પુષ્ટિ થવા પામી નથી. વાયરલ વીડિયો અંગે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ (Gujarat First News) કોઈ પુષ્ટિ કરતું નથી. પરંતુ, એવી માહિતી પણ સામે આવી છે આ મામલે પીડિત અશોકભાઈ જીડિયાનાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જૂની અદાવત રાખી હુમલો કરાયો હોવાનો આરોપ છે. અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો - Kutch: અદાણીની કંપનીમાં કર્મચારીઓ પર અત્યાચાર? જાણો કેમ કર્યો હોબાળો

Tags :
Advertisement

.

×