Ahmedabad: શહેરના બાપુનગર વિસ્તારમાં પિતાએ ઝેર પીવડાવી દીકરાની હત્યા કરી
- ઝેર પીવડાવી પિતાએ દસ વર્ષના દીકરાની હત્યા કરી
- પિતા માનસિક રીતે અસ્થિર હોવાની પ્રાથમિક જાણકારી
- બાપુનગર પોલીસે પિતાની ધરપકડ કરી તપાસ હાથ ધરી
Ahmedabad: બાપુનગરમાં પિતાએ દીકરાની હત્યા કરી છે. જેમાં ઝેર પીવડાવી પિતાએ દસ વર્ષના દીકરાની હત્યા કરી છે. ત્યારે પિતા માનસિક રીતે અસ્થિર હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. તથા બાપુનગર પોલીસે પિતાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જેમાં બાપુનગરમાં હચમચાવી નાખતી ઘટનાથી સ્થાનિકોમાં ચકચાર મચી છે. જેમાં પિતાએ પોતાના દીકરાને પાણીમાં ઝેર ભેળવી મોતને ઘાટ ઉતાર્યો હતો.
સગા બાપે કેમ દીકરાની હત્યા કરી તે મામલે પિતાએ મોટો ખુલાસો કર્યો
ઉલ્લેખનીય છે કે સગા બાપે કેમ દીકરાની હત્યા કરી તે મામલે પિતાએ મોટો ખુલાસો કર્યો છે. જેમાં શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા શખ્સે પોતાનાં 10 વર્ષીય દીકરા ઓમને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી દેતા બાળકનું મોત નિપજ્યું હતું. હત્યા બાદ પિતા ફરાર થઈ ગયો હતો. ત્યારે આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા હત્યારા પિતાને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદનાં બાપુરનગર વિસ્તારમાં રહેતો ઓમ ઘરે હતો. ત્યારે તેના પિતા દ્વારા દીકરાને પાણીમાં ઝેર મેળવીને પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે થોડા સમય પહેલા સરખેજનાં ભૂવા નવલસિંહ દ્વારા પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી હત્યા કરી નાંખી હતી. તે જ રીતે આરોપી પિતા દ્વારા પોતાનાં દીકરાને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે બાપુનગર પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગણતરીનાં કલાકોમાં જ પોલીસે તેની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી
આરોપીની પત્ની રિસામણે થઇ મહેસાણા ગઈ હતી. ત્યારે પિતા દ્વારા ક્રૂરતા પૂર્વક દીકરાની હત્યા કરવામાં આવી છે. બાપુનગર પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યારા પિતાને ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસ પૂછપરછમાં બાળકની હત્યા કર્યા બાદ ખુદ પિતાને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. પરંતુ પિતા આત્મહત્યા કરે તેના ગણતરીનાં કલાકોમાં જ પોલીસે તેની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: Gujarat : આ શહેરમાં પહેલી સાયબર સેન્ટીનલ લેબનું નિર્માણ કરાયું