Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય બન્યા Honey Trapનો શિકાર, આરોપીઓએ માંગ્યા 10 લાખ રૂપિયા

Surendranagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય નટુભાઈ(નટુજી) ઈલોરિયા હની ટ્રેપ (Honey Trap)નો ભોગ બન્યાં હોવાનું સામે આવ્યું છે
surendranagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય બન્યા honey trapનો શિકાર  આરોપીઓએ માંગ્યા 10 લાખ રૂપિયા
Advertisement
  1. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય નટુભાઈ પાટડીએ નોંધાવી ફરિયાદ
  2. યુવતીએ વાતોમાં ભેરવી વીડિયો બતાવીને હનીટ્રેપમાં ફસાવ્યા
  3. યુવતીએ 10 લાખ માંગી વીડિયો વાયરલ કરવાની આપી ધમકી

Surendranagar: હની ટ્રેપનો અનેક લોકો શિકાર બની રહ્યાં છે, વારંવાર પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે છતાં લોકો આમાં ફસાઈ રહ્યાં છે. ફરી એકવાર રાજ્યમાં હની ટ્રેપ (Honey Trap)નો કેસ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય નટુભાઈ(નટુજી) ઈલોરિયા હની ટ્રેપ (Honey Trap)નો ભોગ બન્યાં હોવાનું સામે આવ્યું છે. આ મામલે અત્યારે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

 આ પણ વાંચો: Rajkot: જેતપુરમાં પાલિકા ચૂંટણીમાં કાપા કાપી, પાલિકાના પૂર્વ પ્રમુખનું રાજકીય બલિદાન...

Advertisement

5 શખ્સોએ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની આપી ધમકી

વિગતે વાત કરીએ તો, એક યુવતીએ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સાથે ફોન પર મીઠી મીઠી વાતો કરી મોબાઇલ પર અન્ય યુવતીઓના ફોટા તેમજ વીડિયો બતાવી ઈરાદાપૂર્વક હની ટ્રેપમાં ફસાવ્યાં હોવાનું સામે આવ્યું છે. પાટડીના ફુલકી રોડ પર આવેલ પૂર્વ સદસ્યની વાડીમાં બહારથી યુવતીને મોબાઈલ સાથે મોકલી પૂર્વ સદસ્યને નિર્વસ્ત્ર કરી બળજબરી પૂર્વક અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકીઓ આપી હતીં.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: વેબસાઈટ હેકિંગ કેસમાં આરોપીઓએ કર્યો મોટો ખુલાસો

ધમકી આપી રૂપિયા 10 લાખની ખંડણી પણ માંગી

એટલું જ નહીં પરંતુ બે યુવતી સહિત 05 શખ્શોએ વીડિયો વાયરલ કરવાની અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 10 લાખની ખંડણી પણ માંગી હતીં. જેથી ભોગ બનનાર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યએ પાટડી પોલીસ મથકે બે યુવતી સહિત 05 શખ્શો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણકારી પ્રમાણે હની ટ્રેપનો ભોગ બનનાર જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્યના પત્ની હાલ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×