Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : 'પાલિકામાં મોટા અધિકારીઓ સાથે આપણું સેટિંગ છે' કહી 30 લોકો સાથે 84 લાખની ઠગાઈ

આરોપીએ પહેલા મંદિર માટે લાખો રૂપિયાનું દાન આપીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો...
surat    પાલિકામાં મોટા અધિકારીઓ સાથે આપણું સેટિંગ છે  કહી 30 લોકો સાથે 84 લાખની ઠગાઈ
Advertisement
  1. Surat માં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ
  2. પાલિકામાં નોકરી અપાવવાના બહાને 30 લોકો સાથે છેતરપિંડી
  3. 30 લોકો પાસે અંદાજે 84 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી
  4. આરોપીએ પોતે પાલિકામાં મિકેનિકલ એન્જિનિયર હોવાનું જણાવ્યું હતું
  5. ક્રાઇમ બ્રાંચે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

Surat : સુરતમાં પાલિકામાં નોકરી આપાવવાનાં બહાને લાખો રૂપિયાની ઠગાઈની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 30 લોકો પાસે અંદાજે 84 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો આરોપ છે. આરોપીએ મંદિર માટે લાખો રૂપિયાનું દાન આપી લોકોનો વિશ્વાસ જીત્યો અને ત્યાર બાદ 'પાલિકામાં મોટા અધિકારીઓ સાથે આપણું સેટિંગ છે' કહી નોકરીની શોધ કરતા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Surat : 21 વેપારીઓ પાસેથી 8.20 કરોડનાં હીરા ખરીદ્યા, પછી કર્યું ઉઠામણું! એકની ધરપકડ

Advertisement

મંદિર માટે લાખો રૂપિયાનું દાન આપી વિશ્વાસ જીત્યો

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતનાં (Surat ) ગોડાદરા વિસ્તારમાં શુભમ રેસીડેન્સીની સામે આવેલી સુમન સંકલ્પમાં રહેતા ઉત્તમદાસ નિતય સામે થયેલી ફરિયાદમાં આરોપ છે કે ઉત્તમદાસ નિતયે પોતાનાં જ વિસ્તારમાં લોકો સાથે લાખોની ઠગાઈ કરી છે. આરોપીએ પહેલા મંદિર માટે લાખો રૂપિયાનું દાન આપીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો. ત્યાર બાદ ‘પાલિકામાં મોટા અધિકારીઓ સાથે આપણું સેટિંગ છે. કઈ નોકરી જોઈએ, બોલો તે મળી જશે' તેમ કહીને 30 થી વધુ લોકો પાસેથી રૂ. 83.80 લાખ લઈ નોકરી ન અપાવી છેતરપિંડી આચરી હતી.

Advertisement

આ પણ વાંચો - Bharuch : જાણો કેમ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને અચાનક દોડતા કર્યા?

30 થી વધુ લોકો પાસેથી રૂ. 83.80 લાખ પડાવ્યા!

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી પોતે પાલિકામાં મિકેનિકલ એન્જિનિયર હોવાનું પણ લોકોને જણાવ્યું હતું. આથી, વિશ્વાસમાં આવી જતા લોકોએ ઠગબાજને રૂપિયા આપ્યા હતા. પરંતુ રૂપિયા આપ્યા પછી પણ નોકરી ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પીડિતોએ ક્રાઇમ બ્રાંચમાં (Surat Crime Branch) ફરિયાદ કરી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચે ઠગ ઉત્તમદાસ નિતયે સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - Porbandar : હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક કેસ, લાખોની છેતરપિંડીનો ગંભીર આરોપ!

Tags :
Advertisement

.

×