Gandhinagar Metro : લ્યો બોલો...અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં મેટ્રો રૂટમાં કેબલની ચોરી!
- અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ મેટ્રો રૂટમાં કેબલ કપાયા (Gandhinagar Metro)
- ગઈકાલે મોડી રાત્રે કોપરનાં વાયર ચોરી થયા હોવાની ઘટના સામે આવી
- કોબા સ્ટેશન નજીક કોપરનાં વાયર ચોરી થયા હોવાની માહિતી
- રૂ.13.28 લાખની કિંમતનાં લગભગ 23 જેટલા કેબલ કપાયા હોવાની માહિતી
Gandhinagar Metro : થોડા દિવસ પહેલા અમદાવાદમાં (Ahmedabad) શાહપુરથી ઓલ્ડ હાઇકોર્ટ વચ્ચે કેબલની ચોરી થતાં બપોરે 1.30 વાગ્યા સુધી મેટ્રો સેવા ખોરવાઇ હતી. ત્યારે હવે ફરીવાર કેબલ કપાયાની ઘટના બની છે. પાટનગર ગાંધીનગરમાં ગઈકાલે મોડી રાત્રે કોપરનાં વાયર ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. કોબા સ્ટેશન (Koba Station) નજીક 13.28 લાખની કિંમતનાં લગભગ 23 જેટલા કોપરનાં વાયર ચોરી થયા હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Ahmedabad રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં લૂંટ કરી ફરાર થયેલ આરોપીઓને ઝડપી પાડ્યા
રૂ. 13.28 લાખની કિંમતનાં લગભગ 23 જેટલા કેબલ કપાયા
નાગરિકોને અવરજવર માટે વધુ સારી સુવિધા મળે તે માટે સરકારે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો (Metro Train) સેવા શરૂ કરી છે. મેટ્રો સેવા હવે નવી ઓળખ બની ગઈ છે. પરંતુ, એવું લાગે છે કે આ મેટ્રો સેવા ચોરોની પણ નજરે ચડી છે. કારણે એક બાદ એક મેટ્રો રૂટમાં કેબલ ચોરીની ઘટના સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં (Ahmedabad) મેટ્રો રૂટ પર કેબલ ચોરીની ઘટના બની હતી. ત્યારે હવે પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar Metro) પણ કેબલ ચોરીની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરમાં કોબા સ્ટેશન નજીક મેટ્રો ટ્રેન રૂટ પર કોપરના વાયર ચોરી થયા હતા. રૂ. 13.28 લાખની કિંમતનાં લગભગ 23 જેટલા કેબલ કપાયા હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Ahemdabad : બકરામંડી પાસે 3-4 વાહન, લોકોને અડફેટે લેનારા ફરાર કોન્સ્ટેબલની ફરી ધરપકડ
અગાઉ અમદાવાદમાં મેટ્રો રૂટ પરનાં કોપર વાયર ચોરાયા હતા
નોંધનીય છે કે આ પહેલા અમદાવાદમાં શાહપુરથી ઓલ્ડ હાઇકોર્ટ વચ્ચે મેટ્રો રૂટ પર કોપરનાં વાયરની ચોરી (Copper Wires Stolen) થઈ હતી. આ ઘટનાને પગલે બપોરે 1.30 વાગ્યા સુધી મેટ્રો સેવા ખોરવાઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ચાલુ હતી. પરંતુ, કેબલ ચોરી થતાં તે દિવસે સવારથી બપોરનાં 1.30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.
આ પણ વાંચો - Jamnagar : GG હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ, આઉટસોર્સ કર્મચારીઓએ આચાર્યું કૌભાંડ